Gujarat

અમદાવાદ બાદ હવે સુરત અને લંડનમાં બનશે ખોડલધામ, ટ્રસ્ટનો મોટો નિર્ણય

By GS TEAM
27 Dec 20251 min read
TukuTouch Logo
અમદાવાદ બાદ હવે સુરત અને લંડનમાં ખોડલધામ બનશે. જેને લઈને ખોડલધામ ટ્રસ્ટ કાગવડ દ્વારા નિર્ણય લેવામાં આવ્યો છે. રાજકોટ સ્થિત ખોડલધામ ટ્રસ્ટના મુખ્ય કાર્યાલય ખાતે મળેલી કમિટીની બેઠકમાં સુરત અને લંડનમાં ખોડલધામ મંદિર સંકુલનું નિર્માણ કરવામાં આવ્યો છે.

Summarized by AI; it may make mistakes. Check important info

અમદાવાદ બાદ હવે સુરત અને લંડનમાં બનશે ખોડલધામ, ટ્રસ્ટનો મોટો નિર્ણય
Image : KhodaldhamTrust

Khodaldham Temple Build In Surat And London : અમદાવાદ બાદ હવે સુરત અને લંડનમાં ખોડલધામ બનશે. જેને લઈને ખોડલધામ ટ્રસ્ટ કાગવડ દ્વારા નિર્ણય લેવામાં આવ્યો છે. રાજકોટ સ્થિત ખોડલધામ ટ્રસ્ટના મુખ્ય કાર્યાલય ખાતે મળેલી કમિટીની બેઠકમાં સુરત અને લંડનમાં ખોડલધામ મંદિર સંકુલનું નિર્માણ કરવામાં આવ્યો છે.

સુરત અને લંડનમાં બનશે ખોડલધામ

ખોડલધામ ટ્ર્સ્ટની મળેલી કોર કમિટીની બેઠકમાં આ બે સ્થળોએ આસ્થાના કેન્દ્રો ઊભા કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. આ બેઠક ટ્રસ્ટના ચેરમેન નરેશ પટેલની અધ્યક્ષતામાં યોજાઈ હતી. 

આ પણ વાંચો: સિંગર આરતી સાંગાણીના પ્રેમ લગ્ન મુદ્દે વિવાદ, પિતાએ કહ્યું- 'પાછી આવી જા', સમાજે કહ્યું- આ સ્વતંત્રતાનો દુરુપયોગ

ટ્રસ્ટનું કહેવું છે કે, લાખો પાટીદાર પરિવાર વસતા હોવાથી સુરતમાં અને ગ્લોબલ લેવલે સંગઠનને વધુ મજબૂત કરવાને લઈને લંડનમાં ખોડલધામ મંદિર સંકુલ નિર્માણ કરવાનો નિર્ણય લેવાયો છે.