Get The App

ટ્રમ્પનો ટેરિફ હીરા ઉદ્યોગ પર પડ્યા પર પાટુ સમાન, ઉદ્યોગપતિઓ વેઈટ એન્ડ વૉચની સ્થિતિમાં

Updated: Apr 9th, 2025

GS TEAM

Google News
Google News
trump-tariffs impact on Gujarat Diamond Industry


Gujarat Diamond Industry: ભયંકર મંદીમાંથી પસાર થઇ રહેલા ડાયમંડ ઉદ્યોગની ગાડી માંડ પાટા ઉપર ચડી રહી છે ત્યાં વળી અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા લાદવામાં આવેલા 26% ના ઉંચા ટેરિફ ડાયમંડ ઉદ્યોગ ઉપર પડતા ઉપર પાટુ જેવા હાલ કરશે એવો મત ડાયમંડ ઉદ્યોગકારો દ્વારા વ્યકત કરવામાં આવ્યો છે. જે રીતે કટ એન્ડ પોલિશ્ડ ડાયમંડમાં સુરત સમગ્ર વિશ્વમાં અવ્વલ છે તેવી જ રીતે ભારતમાં જે ડાયમંડ તૈયાર થાય છે તે પૈકીના સૌથી વધુ એક્સપોર્ટ અમેરિકામાં થાય છે જેથી એક્સપોર્ટના આંકમાં ઘટાડો થવાની સાથે ઉદ્યોગ કફોડી હાલતમાં મુકાશે. 

અમેરિકામાં ખરીદી અટકી જતા એક્સપોર્ટમા ઘટાડો થશે

અમેરિકા પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા લાદવામાં આવેલા 26% ટેરિફનો અમલ આગામી 9 એપ્રિલથી થનાર છે. તેવા સંજોગોમાં વિશ્વના જુદા-જુદા દેશો વચ્ચે યુધ્ધની સ્થિતી અને વૈશ્વિક મંદીની સીધી અસરના કારણે ડાયમંડ ઉદ્યોગ હાલ ભયંકર મંદીમાંથી પસાર થઈ રહ્યો છે. છેલ્લા પંદરેક દિવસથી ઉદ્યોગની ગાડી માંડ-માંડ પાટા ઉપર ચડી રહી હતી ત્યાં વળી ડોનાલ્ટ ડ્રમ્પ દ્વારા જાહેર કરવામાં આવેલા ટેરિફને પગલે ડાયમંડ ઇન્ડસ્ટ્રીમાં ખળભળાટ મચી ગયો છે. 

ઉંચા ટેરિફથી એક્સપોર્ટમાં ઘટાડો થશે

ઉદ્યોગકારોના મત મુજબ ઉંચા ટેરિફથી એક્સપોર્ટમાં ઘટાડો થશે અને તેની સીધી અસર રોણાલી ઉપર પથ પણ મટાડાવા માંગરીને લેબગ્રોન ડાયમંડનું હતું. પરંતુ લેબગ્રોન ડાયમંડ ઉપર પણ 29% ટેરિફ હોવાથી આ ઈન્ડસ્ટ્રી ઉપર પણ મોટી અસર પડશે. ઉલ્લેખનીય છે કે અત્યાર સુધી પોલિશ્ડ ડાયમડ અને લેબગોન ડાયમંડ ઉપર 0% ડ્યુટી હતી. જેથી એવું કહી શકાય કે જે હીરો અગાઉ 100 રૂપિયામાં વેચાતો હતો તે ખરીદવા માટે અમેરિક ગ્રાહકે હવેથી 126 રૂપિયા ચુકવવા પડશે. જેથી માત્ર ભારત ઉપર જ નહીં પરંતુ અમેરિકન બજાર ઉપર પણ અસર જોવા મળશે. 

જેમ એન્ડ જવેલરીમાં ભારતનું એક્સપોર્ટ વધુ 

ઉલ્લેખનીય છે કે, જેમ એન્ડ જવેલરીમાં ભારતે વર્ષ 2023-24 માં 32.85 યુએસ બિલીયન ડોલરનો એક્સપોર્ટ કર્યું હતું. જેમાં અમેરિકાનો હિસ્સો 30:28% જેટલો હતો. જેથી કહી શકાય કે જેમ એન્ડ જવેલરી લેબમાં ભારતમાંથી સૌથી વધુ એક્સપોર્ટ અમેરિકામાં છે. વર્ષ 2024 માં ભારતમાંથી 11.84 અબજ ડોલરના ડાયમંડ, સોનું અને ચાંદીનું એક્સપોર્ટ કર્યું હતું, જેમાં અમેરિકામાં કટ એન્ડ પોલિશ્ડ ડાયમંડ, લેબગ્રોન ડાયમંડ, પ્લેન ગોલ્ડ જવેલરી, સ્ટેડડ ગોલ્ડ જવેલરી અને ચાંદીના દાગીના સહિતનો 13.32% હિસ્સો હતો. 

ડાયમંડ ઉપર જેટલો ટેરિફ લાગુ કરવામાં આવ્યો છે એટલો નફો નથી 

અમેરિકન પ્રમુખ દ્વારા લાદવામાં આવેલો 26% ઉંચો ટેરિફ હીરા ઉદ્યોગની કમર તોડી નાંખશે. ભારતમાંથી 100 રૂપિયાનો માલ મોકલાવો એ માલ અમેરિકામાં 26% ટેરિફ એટલે કે 126 રૂપિયામાં વેંચાશે. જે ટેરિફ લાગુ કરવામાં આવ્યો છે એટલો અમારો નફો નથી. જેથી 26% ટેરિફ ઉદ્યોગ માટે પડકારરૂપ છે. 

એક્સપોર્ટમાં ઘટાડો થશે પરંતુ આગામી દિવસોમાં બજાર સ્ટેબલ થશે 

ભારત સહિત એશિયાના દેશોમાં જે રીતે સોનાની ડિમાન્ડ છે, સોનાનો ભાવ ગમે એટલો વધે પરંતુ તેની ખરીદારીમાં ઘટાડો જોવા મળતો નથી. તેવી જ રીતે અમેરિકામાં ડાયમંડનો કેઝ હોવાથી અચાનક લાગુ થયેલા ઉંચા ટેરિફથી ભાવમાં વધારો થવાથી ખરીદારી ઘટશે. જેથી વર્ષ 2023-24માં જેમ એન્ડ જવેલરી ક્ષેત્રમાં 32.85 યુ.એસ બિલીયન ડોલરના એક્સપોર્ટમાં અમેરિકાનો હિસ્સો 30.28% એટલે કે 9.95 બિલીયન ડોલર હતો. જે વર્ષ 2024-25 માં વધીને 11.58 બિલીયન ડોલર થવાની આશા નહીંવત જણાય રહી છે. જો કે આગળ જતા બજાર સ્ટેબલ થાય તેવી પણ શકયતા છે.

આ પણ વાંચો: મૃતક સરકારી કર્મચારીની બંને પત્નીઓ સરખા ભાગે પેન્શન મેળવવા હકદાર, હાઈકોર્ટનો ચુકાદો

અમેરિકનોને 100 રૂપિયાનો હીરો 132 માં પડશે, જેથી ખરીદારી ઘટવાથી એક્સપોર્ટ ઘટશે 

જૂના ટેરિફ મુજબ 0% ડ્યુટી હતી. જેથી એક્સપોર્ટ વખતે ઇન્સ્યોરન્સ સહિત સરેરાશ 6% જેવો ખર્ચ લાગુ પડતો હતો. પરંતુ હવેથી 26% ટેરિફના કારણે ઉદાહરણ રૂપે જોઈએ તો 100 રૂપિયાનો હીરો હવેથી 132 રૂપિયાના ભાવે વેચાશે. જેથી અમેરિકામાં ખરીદારી ઓછી થશે અને તેની સીધી અસર ભારતના એક્સપોર્ટમાં ઘટાડો થશે. વિશ્વના અન્ય દેશની સરખામણીમાં ભારતમાંથી જે ડાયમંડ અને જેમ એન્ડ જવેલરીનું એક્સપોર્ટ થાય છે તે પૈકી અમેરિકા સૌથી મોટું બજાર છે. જેથી 26% નો ટેરિફ, ઉદ્યોગની કમર તોડી નાંખશે. 

ડાયમંડ ઉદ્યોગમાં થોભો અને રાહ જુઓની સ્થિતિ 

ટેરિફની જાહેરાત બાદ હાલમાં અમેરિકામાં ખરીદી અટકી ગઈ છે. જેને પગલે સુરતના હીરા વેપારીઓએ રફ ડાયમંડ ખરીદતા અટકી ગયા છે. ઉંચા ટેરિફના કારણે ડાયમંડ ઉદ્યોગમાં હાલ થોભો અને રાહ જુઓની સ્થિતિ આવી ગઇ છે. ઉચા ટેરિફના કારણે અમેરિકામાં ખરીદી અટકી જતા એક્સપોર્ટમાં ઘટાડો થશે. પરંતુ હાલમાં સરકાર સાવચેતી પૂર્વક નિર્ણય લઈ રહી છે અને મને વિશ્વાસ છે કે ડોનાલ્ડ ટ્રમ્પ અને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી વચ્ચેના સારા સંબંધોથી આગામી દિવસોમાં સારૂ પરિણામ આવશે. 

ટ્રમ્પનો ટેરિફ હીરા ઉદ્યોગ પર પડ્યા પર પાટુ સમાન, ઉદ્યોગપતિઓ વેઈટ એન્ડ વૉચની સ્થિતિમાં 2 - image

Tags :