ટ્રક ડ્રાઇવરે પોલીસથી બચવા ટ્રકને જ ઘર બનાવી દીધું પણ 34 વર્ષે પકડાઈ ગયો
રૂ.60 લાખના યાર્નના ચીટીંગના ગુનામાં વોન્ટેડ હાલ 59 વર્ષના બબ્બુ ધોબીએ વર્ષ 1992 માં સાગરીતો સાથે મળી ટ્રક ઉપર બોગસ નંબર પ્લેટ લગાવી યાર્ન સુરતથી બનારસ લઈ જવાને બદલે વગે કર્યું હતું
પત્નીના મૃત્યુ બાદ વતન કાનપુર છોડીને મધ્યપ્રદેશ રહેવા ચાલ્યા ગયેલા બબ્બુ ધોબીએ પુત્ર-પુત્રીને વતનમાં જ રાખ્યા હતા અને 30 વર્ષમાં માત્ર એક વખત જ મળવા ગયો હતો : સુરત ક્રાઈમ બ્રાન્ચે બે વર્ષ સુધી તેની ભાળ મેળવી ડ્રાઈવરનો વેશ ધારણ કરી 250 કી.મી પીછો કરી છત્તીસગઢથી ઝડપી લીધો

- રૂ.60 લાખના યાર્નના ચીટીંગના ગુનામાં વોન્ટેડ હાલ 59 વર્ષના બબ્બુ ધોબીએ વર્ષ 1992 માં સાગરીતો સાથે મળી ટ્રક ઉપર બોગસ નંબર પ્લેટ લગાવી યાર્ન સુરતથી બનારસ લઈ જવાને બદલે વગે કર્યું હતું
- પત્નીના મૃત્યુ બાદ વતન કાનપુર છોડીને મધ્યપ્રદેશ રહેવા ચાલ્યા ગયેલા બબ્બુ ધોબીએ પુત્ર-પુત્રીને વતનમાં જ રાખ્યા હતા અને 30 વર્ષમાં માત્ર એક વખત જ મળવા ગયો હતો : સુરત ક્રાઈમ બ્રાન્ચે બે વર્ષ સુધી તેની ભાળ મેળવી ડ્રાઈવરનો વેશ ધારણ કરી 250 કી.મી પીછો કરી છત્તીસગઢથી ઝડપી લીધો
સુરત, : રૂ.60 લાખના યાર્નના ચીટીંગના ગુનામાં વોન્ટેડ ટ્રક ડ્રાઇવરે પોલીસથી બચવા ટ્રકને જ ઘર બનાવી દીધું હતું પણ આખરે 34 વર્ષે તે સુરત ક્રાઈમ બ્રાન્ચના હાથે પકડાઈ ગયો હતો.હાલ 59 વર્ષના ટ્રક ડ્રાઈવરે વર્ષ 1992 માં સાગરીતો સાથે મળી ટ્રક ઉપર બોગસ નંબર પ્લેટ લગાવી યાર્ન સુરતથી બનારસ લઈ જવાને બદલે સગેવગે કર્યું હતું.ત્યાર બાદ પોલીસથી બચવા તેણે પત્નીના મૃત્યુ બાદ વતન કાનપુર છોડીને મધ્યપ્રદેશ રહેવા ગયો હતો અને પુત્ર-પુત્રીને વતનમાં જ રાખ્યા હતા અને 30 વર્ષમાં માત્ર એક વખત જ મળવા ગયો હતો.જોકે, સુરત ક્રાઈમ બ્રાન્ચે બે વર્ષ સુધી તેની ભાળ મેળવી ડ્રાઈવરનો વેશ ધારણ કરી 250 કી.મી પીછો કરી છત્તીસગઢથી ઝડપી લીધો હતો.
ક્રાઈમ બ્રાન્ચના સૂત્રો દ્વારા પ્રાપ્ત થતી વિગતો મુજબ હાલ 59 વર્ષના ટ્રક ડ્રાઈવર બબ્બુ લક્ષ્મણ ધોબી ( રહે.બરાસાત, જી.કાનપુર, ઉત્તરપ્રદેશ ) એ સાગરીતો સાથે મળી વર્ષ 1992 માં બે ટ્રક ઉપર બોગસ નંબર પ્લેટ લગાવી તેના ખોટા કાગળો બનાવી તેમાં રૂ.60 લાખનો જરી યાર્નનો માલ ભર્યો હતો અને તેને બનારસ પહોંચાડવા નીકળ્યો હતો.જોકે, યાર્નનો જથ્થો બનારસ નહીં પહોંચાડી સગેવગે કરી તે ફરાર થઈ જતા મહિધરપુરા પોલીસ મથકમાં ઠગાઈની ફરિયાદ નોંધાઈ હતી અને તેમાં તે વોન્ટેડ હતો.ક્રાઈમ બ્રાન્ચની નાસતા ફરતા સ્ક્વોડે તેને ઝડપી પાડવા માટે છેલ્લા બે વર્ષથી શોધખોળ શરુ કરી હતી અને તેનું લોકેશન અવારનવાર ઓડિશા, છત્તીસગઢ, ઉત્તરપ્રદેશ જેવા રાજ્યોમાં સતત ફરતું મળતું હતું.આથી ક્રાઈમ બ્રાન્ચે તે અંગે તપાસ કરતા તે ટ્રક ચલાવતો હોવાની માહિતી મળી હતી.તેના આધારે ટ્રકનો નંબર મેળવી ક્રાઈમ બ્રાન્ચે ટ્રક ડ્રાઈવરનો વેશ ધારણ કરી તેનો 250 કી.મી સુધી પીછો કરી તેને છત્તીસગઢ રાયપુર ઉરલા સીઆઈડીસી ઉડરગડી પાર્કીંગમાં તે ટ્રક ઉભી રાખી આરામ કરતો હતો ત્યારે જ ઝડપી લીધો હતો.
.

ક્રાઈમ બ્રાન્ચે તેની પુછપરછ કરતા જાણવા મળ્યું હતું કે ગુનો નોંધાતા ફરાર થયા બાદ તે પોલીસથી બચવા પત્નીના મૃત્યુ બાદ વતન છોડીને મધ્યપ્રદેશના અનુપપુર ખાતે જમુનાકોલરાઈ ખાતે રહેવા લાગ્યો હતો.તેણે પોતાના પુત્ર અને પુત્રીને વતનમાં જ રાખ્યા હતા અને છેલ્લા 30 વર્ષમાં તે માત્ર એક વખત જ તેમને મળવા ગયો હતો.તેણે ટ્રકમાં જ પોતાનું ઘર બનાવી દીધું હતું અને જાતે રસોઈ બનાવી તેમાં જ રહેતો હતો અને ડ્રાઈવર તરીકે કામ કરતો હતો.ક્રાઈમ બ્રાન્ચે તેનો કબજો મહિધરપુરા પોલીસને સોંપવા તજવીજ હાથ ધરી છે.

