Get The App

ચોટીલા નજીક બળદેવ હોટલમાંથી 72 લાખનો દારૃ સાથે ટ્રક ચાલક ઝડપાયો

Updated: Dec 16th, 2025

GS TEAM

Google News
Google News
ચોટીલા નજીક બળદેવ હોટલમાંથી 72 લાખનો દારૃ સાથે ટ્રક ચાલક ઝડપાયો 1 - image


ગુજરાતમાં લાખો-કરોડોનો દારૃ પકડાવવાની બાબત હવે સામાન્ય

પોરબંદરના બે બુટલેગરે દારૃ મંગાવ્યો હતો, દારૃનો જથ્થો કોણે મોકલ્યો હતો તે અંગે રહસ્ય ઃ ચાર સામે ગુનો

સુરેન્દ્રનગરગુજરાતમાં હવે લાખો-કરોડોનો દારૃ પકડાવવાની બાબત સામાન્ય બની ગઈ છે. બુટલેગરો બેખૌફ બની ગુજરાતમાં દારૃની રેલમ-છેલમ કરી રહ્યા છે. ચોટીલા હાઈવે પર આવેલી બળદેવ હોટલમાં આજે એસએમસીએ દરોડો પાડી રૃા.૭૨ લાખના અંગ્રેજી દારૃ ભરેલા ટ્રક સાથે ચાલક અજય દેવરખીભાઈ ભરાઈ (રહે. જામજોધપુર)ની ધરપકડ કરી હતી.

ગાંધીનગર સ્ટેટ મોનિટરીંગ સેલ (એસએમસી)ની ટીમે સુરેન્દ્રનગર જિલ્લામાં સતત બીજા દિવસે મોટી કાર્યવાહી કરી છે. સ્થાનિક પોલીસને અંધારામાં રાખીને એસએમસીની ટીમે ચોટીલા નજીક બળદેવ હોટલના કમ્પાઉન્ડમાં શંકાસ્પદ ટ્રકની તલાશી લીધી હતી. આ ટ્રકમાંથી પશુ આહારની આડમાં સંતાડેલી ૬,૫૫૦ વિદેશી દારૃની બોટલ જપ્ત કરી છે. દારૃની હેરાફેરી કરતા ટ્રક ચાલક અજય દેવરખીભાઈ ભરાઈ (રહે. જામજોધપુર, જામનગર)ને ઝડપી પાડવામાં આવ્યો હતો.

એસએમસીની ટીમે દારૃની ૬૫૫૦ બોટલ (રૃ. ૭૨,૦૫,૦૦૦), ટ્રક (રૃ.૧૫,૦૦,૦૦૦), પશુ આહારની ૨૫૦ બેગ (રૃ.૭૨,૫૦૦) મોબાઈલ સહિત કુલ રૃ. ૮૭,૮૩,૦૦૦નો મુદ્દામાલ કબજે કર્યો છે.

 

દારૃનો જથ્થો પોરબંદરના બુટલેગરે મંગાવ્યો હતો

ટ્રક ચાલકની પુછપરછમાં પોરબંદરના ખાંભલા ખાતે રહેતા ભાયાભાઈ માયાભાઈ મોરી અને બખરાલમાં રહેતા તેના ભાગીદાર ભાવેશભાઈ સામતભાઈ મોરીએ ઈંગ્લીશ દારૃનો જથ્થો મંગાવ્યો હોવાનું સામે આવ્યું હતું. એસએમસીએ ટ્રક ચાલક, દારૃનો જથ્થો મંગાવનાર પોરબંદરના બંને શખ્સો અને દારૃનો જથ્થો મોકલનાર સહિત કુલ ચાર શખ્સ વિરુદ્ધ ચોટીલા પોલીસ મથકે પ્રોહીબિશન એક્ટ હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

 

સ્થાનિક પોલીસની કામગીરી પર સવાલ

છેલ્લા એક અઠવાડિયામાં સુરેન્દ્રનગર જિલ્લામાં એસએમસી ટીમની આ ત્રીજી મોટી રેઇડ છે. સ્થાનિક પોલીસ ઉંઘતી રહી અને એસએમસીની કાર્યવાહીના કારણે તેમની કામગીરી સામે ગંભીર સવાલો ઊભા થયા છે, જે દર્શાવે છે કે ૩૧ ડિસેમ્બરની ઉજવણી પહેલા બૂટલેગરો સક્રિય બની રહ્યા છે. સ્થાનિક પોલીસની બેદરકારી ચકાસવા ઈન્કવાયરી કરાવાય તેવી પણ સંભાવના છે.

Tags :