Gujarat

VIDEO: સાવરકુંડલામાં પૈસાની ઉઘરાણી મામલે કિન્નરો-વેપારીઓ વચ્ચે ભારે બબાલ

By GS TEAM
27 Sep 20252 mins read
TukuTouch Logo
અમરેલી જિલ્લાના સાવરકુંડલા શહેરમાં કિન્નરોનો ત્રાસ અને બળજબરીથી પૈસા પડાવવાનો મામલો ગરમાયો છે. નવા બસ સ્ટેન્ડ નજીક એક વેપારી પાસે બળજબરીથી રૂ. 2,000 ની માંગણી કરનારા ભરૂચથી આવેલા કિન્નરોના ટોળાને સ્થાનિક વેપારી અને અન્ય લોકોએ જાહેરમાં ધોલધપાટ કરીને ભગાડ્યા હોવાનો એક વીડિયો વાઈરલ થયો છે.

Summarized by AI; it may make mistakes. Check important info

VIDEO: સાવરકુંડલામાં પૈસાની ઉઘરાણી મામલે કિન્નરો-વેપારીઓ વચ્ચે ભારે બબાલ

Amreli News : અમરેલી જિલ્લાના સાવરકુંડલા શહેરમાં કિન્નરોનો ત્રાસ અને બળજબરીથી પૈસા પડાવવાનો મામલો ગરમાયો છે. નવા બસ સ્ટેન્ડ નજીક એક વેપારી પાસે બળજબરીથી રૂ. 2,000 ની માંગણી કરનારા ભરૂચથી આવેલા કિન્નરોના ટોળાને સ્થાનિક વેપારી અને અન્ય લોકોએ જાહેરમાં ધોલધપાટ કરીને ભગાડ્યા હોવાનો એક વીડિયો વાઈરલ થયો છે.

ચાર દિવસ અગાઉ બનેલી આ ઘટનાના સીસીટીવી ફૂટેજ હવે સામે આવ્યા છે. ફૂટેજમાં દેખાય છે કે, કિન્નરોનું ટોળું એક વેપારીની દુકાનમાં ઘૂસીને તેની સાથે હાથચલાકી કરી રહ્યું છે. પૈસા ન આપવા બદલ કિન્નરોએ અડધા કલાક સુધી પોતાના કપડાં અસ્તવ્યસ્ત કરીને વેપારીને સખત ત્રાસ આપ્યો હતો.

ત્રાસની હદ વટાવતા લોકો ગુસ્સે ભરાયા 

વેપારીની સહનશીલતા તૂટતાં તેણે સામે પ્રતિકાર કર્યો, વેપારી સાચો હોવાથી સ્થાનિકો પણ તેની મદદે આવ્યા અને બધાએ ભેગા થઈ કિન્નરોને ઢીબવાનું શરૂ કરતા તમામ કિન્નરો ત્યાંથી ભાગવા લાગ્યા હતા. આ ઘટના જોઈને આસપાસના અન્ય સ્થાનિકો પણ રોષે ભરાયા હતા અને કિન્નરોના ટોળાને જાહેરમાં દોડાવી-દોડાવીને માર માર્યો હતો.


કિન્નરોના ટોળાએ ઊભી પૂંછડીએ ભાગવું પડ્યું હતું. માર મારવાના આ દૃશ્યોમાં એક કિન્નરના માથા પરથી નકલી વીગ રસ્તા પર પડી ગઈ હોવાના દૃશ્યો પણ કેમેરામાં કેદ થયા છે. કિન્નરોની આ રકઝક અને ત્યારબાદ સ્થાનિકો દ્વારા તેમને માર મારવાના સીસીટીવી વીડિયો સોશિયલ મીડિયા પર વ્યાપકપણે વાઈરલ થઈ રહ્યા છે.

આ પણ વાંચો: 23 લાખના ઇન્વેસ્ટમેન્ટ સામે 82 લાખ બતાવી ઠગાઈ, ઠગે કહ્યું, વોર ચાલે છે એટલે 50% લોસ થયો છે

સ્થાનિકોનું કહેવું છે કે, બળજબરીપૂર્વક પૈસા ઉઘરાવવા અને વેપારીઓને હેરાન કરવાના કિન્નરોના વધતા ત્રાસ સામે આ પ્રતિકાર જરૂરી હતો. પોલીસે આ મામલે કોઈ કાયદેસરની કાર્યવાહી કરી છે કે કેમ તે અંગેની સત્તાવાર માહિતી હજી સામે આવી નથી.