23 લાખના ઇન્વેસ્ટમેન્ટ સામે 82 લાખ બતાવી ઠગાઈ, ઠગે કહ્યું, વોર ચાલે છે એટલે 50% લોસ થયો છે
Vadodara : ઇન્વેસ્ટમેન્ટના નામે ઠગાઈ કરતી ટોળકી દ્વારા કેવી રીતે વિશ્વાસ સંપાદન કરી લાખોની રકમ ટ્રાન્સફર કરી લેવામાં આવે છે તેના અવનવા બનાવો સામે આવી રહ્યા છે. વડોદરાના એક સિનિયર સિટીઝન આવી જ રીતે 23.32 લાખ રૂપિયા ગુમાવ્યા છે.
હરણી ન્યુ સમા રોડ વિસ્તારમાં રહેતા સિનિયર સિટીઝન અજય કુમારે પોલીસને કહ્યું હતું કે, મેં 2025 દરમિયાન કોન્ટમ ઇન્વેસ્ટમેન્ટ અંગેની ફાઇનાન્સ મિનિસ્ટરના ફોટાવાળી એડવર્ટાઇઝ જોઈએ તપાસ કરતા એક્સ્વેન્ટર નામની કંપની દ્વારા થોડું ઇન્વેસ્ટમેન્ટ કરી મોટું રિટર્ન મેળવવાની સ્કીમ મૂકવામાં આવી હતી.
જેમાં આપેલી લિંક કોલતા રજીસ્ટ્રેશનનું પેજ ખુલ્યું હતું અને એકાઉન્ટ જનરેટ કરી મેલ આઇડી પાસવર્ડ અને મોબાઈલ નંબર જેવી વિગતો આપી હતી. ત્યારબાદ માનવીક શાહ નામની વ્યક્તિએ કંપનીના નામે મારી સાથે વાત કરી ઇન્ડિયન માર્કેટ કરતા ફોરેનના માર્કેટમાં વધુ રિટર્ન મળે છે તેમ કહી ટ્રેડિંગ એકાઉન્ટ ઓપન કરવા 20933 ભરાવ્યા હતા. મેં થોડી રકમ ઇન્વેસ્ટ પણ કરી હતી.
તા.27મી મે એ મારા એકાઉન્ટમાં રૂ.3072 જેટલી રકમ પ્રોફિટ તરીકે જમા થઈ હતી. ત્યારબાદ મેં વધુ રકમ ઇન્વેસ્ટ કરવા માંડી હતી. રૂ.23.32 લાખ જેટલી રકમ ઇન્વેસ્ટ કર્યા બાદ 84 લાખ જેટલું બેલેન્સ દેખાતું હતું. પરંતુ આ રકમ ટ્રાન્સફર કરવા માટે મારી પાસે 18.57 લાખ રૂપિયાની માંગણી કરવામાં આવતી હતી.
સિનિયર સિટીઝને કહ્યું છે કે, ઠગ દ્વારા ઈરાન ઇઝરાયેલનું વોર ચાલે છે અને તમારી રકમ 50% લોસ થઈ છે તેમ કહીને 40% જેટલી રકમ નહીં ભરાય તો ઇન્વેસ્ટમેન્ટ ઝીરો થઈ જશે તેવી ધમકી આપવામાં આવી હતી. જેથી મને શંકા જતા સાયબર સેલને જાણ કરી હતી.