ગુજરાતમાં GAS કેડરના 4 અધિકારીઓની બદલી, નોટિફિકેશન જાહેર
GAS Cadre In Gujarat : ગુજરાતમાં GAS કેડરના 4 અધિકારીઓની બદલીના સામાન્ય વહીવટ વિભાગે આદેશ આપ્યાં છે. વહીવટ વિભાગે નોટિફિકેશન જાહેર કર્યું. ગુજરાત વહીવટી સેવામાં ફરજ બરજ પરના સિનિયર સ્કેલના 4 અધિકારીઓની બદલી કરવામાં આવી છે.
GAS કેડરના સિનિયર અધિકારીઓની બદલી
GAS કેડરના સિનિયર અધિકારીઓની બદલી કરવામાં આવી છે. જેમાં વડોદરાના લેન્ડ રેકોર્ડ્સના નાયબ નિયામક, જીએએસ (સિનિયર સ્કેલ) કે.જી. વાઘેલાની વડોદરાથી બદલી કરીને દાહોદના જિલ્લા ગ્રામીણ વિકાસ એજન્સી (ડીઆરડીએ)ના નિયામક તરીકે નિમણૂક કરવામાં આવી છે.
આ સાથે એન.આર. શર્મા, વી.કે. જોશી અને એમ.ડી. ચુડાસમાની બદલી કરવામાં આવી છે. જેમાં ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ (GSSSB)ના સેક્રેટરી એમ.ડી ચુડાસમાની ગાંધીનગરથી બદલી કરીને વલસાડના નિવાસી અધિક કલેક્ટર તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે.