સુરેન્દ્રનગર જિલ્લા પોલીસમાં મોટા ફેરફાર, 10 પોલીસકર્મીની કરાઈ બદલી
Surendranagar News : ગુજરાતના સુરેન્દ્રનગર જિલ્લા પોલીસ વડાએ જિલ્લા પોલીસ વિભાગમાં મોટા ફેરબદલ કર્યા છે. સુરેન્દ્રનગરમાં કાયદો અને વ્યવસ્થાની કથળતી સ્થિતિ વચ્ચે બદલીઓનો દોર યથાવત છે. જેમાં જિલ્લાના અલગ-અલગ પોલીસ સ્ટેશનમાં 3 PI અને 7 PSI મળીને કુલ 10 પોલીસકર્મીની એક સાથે બદલી કરવામાં આવી છે.
સુરેન્દ્રનગર જિલ્લામાં 3 પોલીસ ઇન્સ્પેકટર અને 7 પોલીસ સબ ઇન્સ્પેક્ટરની એક સાથે બદલી કરવામાં આવી છે. જેમાં LCB PSI જે. વાય પઠાણને બજાણા PI તરીકે મુકવામાં આવ્યા છે. જ્યારે PI પી.કે ગોસ્વામી, એમ.બી બામ્બા, વાય. જી. ઉપાધ્યાયની બદલી કરવામાં આવી છે.