ગોંડલમાં બે મિત્રોના કરુણ મોત, એકને બચાવવા જતાં બીજો યુવક પણ તળાવમાં ડૂબ્યો
Gondal News : ગોંડલમાં ખીમોરી તળાવમાં નહાવા પડેલા બે યુવકોના મોત થયા છે. એક યુવક તળાવમાં ડુબતા તેને બચાવવા માટે બીજો યુવક કુદ્યો હતો. ત્યારે બીજો યુવક પણ ડુબી જતાં બંને યુવકોના મોત થયા છે. ઘટના અંગે સ્થાનિક લોકોએ તાત્કાલિક ફાયર બ્રિગેડને જાણ કરતાં ફાયર વિભાગની ટીમ ઘટના સ્થળે આવી પહોંચી હતી. ભારે જહેમત બાદ ફાયર વિભાગે બંનેના મૃતદેહો બહાર કાઢ્યા હતા. ઘટનાની જાણ થતા ગોંડલ પોલીસ પણ ઘટના સ્થળે આવી પહોંચી હતી અને વધુ તપાસ માટે કાર્યવાહી હાથ ધરી હતી.
તળાવમાં નહાવા પડેલા બે યુવકોનું મોત
ગોંડલના ખીમોરી તળાવમાં નહાવા પડેલા બે યુવકોના ડુબી જવાથી કરુણ મોત થયા છે. હકીકતમાં એક મિત્રને તળાવમાં ડુબતો બચાવવા જતાં બીજા મિત્રએ પણ જીવ ગુમાવ્યો હતો. બંને યુવકોને તળાવમાં ડુબતા જોઈને સ્થાનિકો લોકોએ તાત્કાલિક નગરપાલિકાના ફાયર વિભાગને જાણ કરી હતી, જેથી તાત્કાલિક ફાયર ટીમ ઘટના સ્થળે દોડી આવી હતી. ફાયર વિભાગના જવાનોએ ભારે જહેમત બાદ બંને યુવાનોના મૃતદેહ બહાર કાઢ્યા હતા.
આ પણ વાંચો: એનડીઆરએફ દ્વારા વિશ્વ રક્તદાતા દિવસની ઉજવણી નિમિત્તે રક્તદાન શિબિર યોજાઈ
સમગ્ર પંથકમાં શોકનો માહોલ
પંથકમાં બે આશાસ્પદ યુવાનોના તળાવમાં ડુબી જવાથી મોતના સમાચાર મળતા સમગ્ર પંથકમાં શોકનો માહોલ છવાઈ ગયો હતો. ઘટનાની જાણ થતા ગોંડલ બી - ડિવિઝન પોલીસ ઘટના સ્થળે આવી પહોંચી હતી. જે બાદ બંને યુવકોના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે ગોંડલ સિવિલ હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા.