Get The App

અમદાવાદમાં રિંગ રોડ પરનો આ બ્રિજ અને અંડરપાસ 40 દિવસ બંધ રહેશે, ડાયવર્ઝન જાહેર

Updated: Oct 19th, 2025

GS TEAM

Google News
Google News
અમદાવાદમાં રિંગ રોડ પરનો આ બ્રિજ અને અંડરપાસ 40 દિવસ બંધ રહેશે, ડાયવર્ઝન જાહેર 1 - image


Ahmedabad Ring Road Bridge: અમદાવાદના સરદાર પટેલ રિંગ રોડ પર આવેલા ત્રાગડ અંડરપાસ અને વટવા રેલવે ઓવરબ્રિજ પર ઔડા (AUDA) દ્વારા રિપેરિંગની કામગીરી હાથ ધરવામાં આવનાર છે, જેને પગલે અમદાવાદ ટ્રાફિક પોલીસે મહત્ત્વપૂર્ણ ડાયવર્ઝન જાહેર કર્યાં છે. આ બંને સ્થળોએ આગામી 40 દિવસ સુધી તબક્કાવાર ટ્રાફિક બંધ રહેશે. આ ઉપરાંત કાલુપુર અને રિવરફ્રન્ટ પૂર્વ પર પણ બ્રિજ અને બુલેટ ટ્રેનની કામગીરીને કારણે ડાયવર્ઝન લાગુ કરાયા છે.

એસ.પી. રીંગ રોડ પર ડાયવર્ઝન 

•ત્રાગડ અંડરપાસ (SP રિંગ રોડ)

કામગીરી: ત્રાગડ અંડરપાસના બોક્સના રિપેરિંગની કામગીરી.

પહેલો તબક્કો (20 દિવસ): ઝુંડાલ બ્રિજથી વૈષ્ણોદેવી સર્કલ તરફ જતો રસ્તો બંધ રહેશે.

બીજો તબક્કો (20 દિવસ): વૈષ્ણોદેવી સર્કલથી ઝુંડાલ બ્રિજ તરફ જતો રસ્તો બંધ રહેશે.

વૈકલ્પિક રસ્તો: વાહનચાલકોએ વૈષ્ણોદેવી સર્કલથી અડાલજ થઈને ઝુંડાલ સર્કલ તરફ જવાનો ઉપયોગ કરવો પડશે.

•વટવા રેલવે ઓવરબ્રિજ (SP રિંગ રોડ):

કામગીરી: વટવા રેલવે ઓવરબ્રિજ પર રિપેરિંગની કામગીરી 40 દિવસ ચાલશે.

પહેલો તબક્કો (20 દિવસ): હાથીજણ સર્કલથી અસલાલી સર્કલ સુધીનો રસ્તો બંધ રહેશે.

બીજો તબક્કો (20 દિવસ): અસલાલી સર્કલથી હાથીજણ સર્કલ તરફનો રસ્તો બંધ રહેશે.

વૈકલ્પિક રસ્તો: વાહનચાલકો રીંગ રોડથી રોપડા ચાર રસ્તા થઈને સરસ્વતી ચાર રસ્તાનો ઉપયોગ કરી શકશે.

આ પણ વાંચો: દિવાળી અને નવા વર્ષે દક્ષિણ ગુજરાતના ચાર જિલ્લાઓમાં વરસાદની આગાહી, તહેવાર ટાણે ખેડૂતો ચિંતામાં


શહેરના આંતરિક વિસ્તારોમાં ડાયવર્ઝન

•કાલુપુર રેલવે સ્ટેશન (સારંગપુર બ્રિજ કામગીરી)

કામગીરી: કાલુપુર રેલવે સ્ટેશન સામે બ્રિજના પિલર પર ગર્ડર લગાવવાની કામગીરી.

આગામી છ મહિના સુધી ડીસીપી ઝોન-3થી રિલીફ રોડના છેડા સુધીનો રસ્તો વાહન વ્યવહાર માટે બંધ રહેશે.

વૈકલ્પિક રસ્તો: કાલુપુર રેલવે સ્ટેશનની સામેનો રસ્તો વાહનવ્યહાર માટે ઉપયોગમાં લઈ શકાશે.

•રિવરફ્રન્ટ પૂર્વ

કામગીરી: બુલેટ ટ્રેનના પિલર અને બ્રિજની કામગીરી.

બંધ: નારણઘાટથી બુલેટ ટ્રેનના પિલર સુધીનો 100 મીટરનો રસ્તો બંધ રહેશે.

ટ્રાફિક પોલીસે નાગરિકોને અપીલ કરી છે કે તેઓ વૈકલ્પિક રસ્તાઓનો ઉપયોગ કરે અને ટ્રાફિક જામની સ્થિતિ ટાળે.


Tags :