Get The App

મોડાસાથી ફરવા જતા પ્રવાસીઓની બસની બ્રેક ફેલ થતાં ભયંકર અકસ્માત, 13 ઈજાગ્રસ્ત

Updated: Nov 7th, 2025

GS TEAM

Google News
Google News
મોડાસાથી ફરવા જતા પ્રવાસીઓની બસની બ્રેક ફેલ થતાં ભયંકર અકસ્માત, 13 ઈજાગ્રસ્ત 1 - image

Bus Accident: મોડાસાથી ઉત્તર ભારતના પ્રવાસથી પરત ફરી રહેલા પ્રવાસીઓની બસને શહેરા નજીક ગમખ્વાર અકસ્માત નડ્યો છે. શહેરાની વાઘજીપુર ચોકડી પાસે ખાનગી લક્ઝરી બસની બ્રેક ફેલ થઈ જતાં તે આગળ ચાલી રહેલા આઇસર ટ્રક સાથે ધડાકાભેર અથડાઈ હતી. આ અકસ્માતમાં બસમાં સવાર 13 મુસાફરોને ઈજા પહોંચી છે.

આ પણ વાંચોઃ 'વંદે માતરમ'ના 150 વર્ષ: આ ગીતની રચના માટે બંકિમચંદ્ર ચેટર્જીને પ્રેરણા ક્યાંથી મળી? જાણો રોચક કિસ્સો

મોડાસાથી ફરવા જતા પ્રવાસીઓની બસની બ્રેક ફેલ થતાં ભયંકર અકસ્માત, 13 ઈજાગ્રસ્ત 2 - image

બ્રેક ફેલ થતાં સર્જાયો અકસ્માત

મળતી માહિતી મુજબ, મોડાસાના પ્રવાસીઓ ઉત્તર ભારતનો પ્રવાસ પૂર્ણ કરીને પરત ફરી રહ્યા હતા. તેમની ખાનગી લક્ઝરી બસ જ્યારે શહેરા પાસે વાઘજીપુર ચોકડી નજીકથી પસાર થઈ રહી હતી, ત્યારે અચાનક બસની બ્રેક ફેલ થઈ ગઈ હતી. ડ્રાઇવરે કાબૂ ગુમાવતા બસ આગળ જઈ રહેલા આઇસર ટ્રકની પાછળના ભાગે અથડાઈ હતી, જેના કારણે અકસ્માત સર્જાયો હતો.

મોડાસાથી ફરવા જતા પ્રવાસીઓની બસની બ્રેક ફેલ થતાં ભયંકર અકસ્માત, 13 ઈજાગ્રસ્ત 3 - image

ઇજાગ્રસ્તોને તાત્કાલિક હોસ્પિટલ ખસેડાયા

લક્ઝરી બસમાં કુલ 56 પ્રવાસીઓ સવાર હતા. આ પૈકી 13 જેટલા મુસાફરોને ઓછી-વત્તી ઇજાઓ પહોંચી હતી. અકસ્માતની જાણ થતાં જ આસપાસના લોકો મદદે દોડી આવ્યા હતા. ત્યારબાદ 108 એમ્બ્યુલન્સની મદદથી ઇજાગ્રસ્ત તમામ મુસાફરોને તાત્કાલિક સારવાર માટે શહેરાની હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા.

આ પણ વાંચોઃ ધ્રાંગધ્રાના ધુ્રમઠ ગામેથી પસાર થતી નદીમાં બેફામ રેતી ચોરી- ભૂમાફિયાઓએ રસ્તો ખોદી નાખ્યોે

સદનસીબે આ અકસ્માતમાં કોઈ ગંભીર જાનહાનિ થવા પામી નહોતી. ઘટનાની જાણ થતાં સ્થાનિક પોલીસે સ્થળ પર પહોંચીને અકસ્માતનો ભોગ બનેલા વાહનોને દૂર કરવાની અને કાયદાકીય કાર્યવાહી હાથ ધરી છે.