Get The App

વડાદલા ગામે પાડોશી મહિલાએ કાર રિવર્સ લેતા આંગણમાં રમતું દોઢ વર્ષનું બાળક ચગદાયું

Updated: Aug 13th, 2025

GS TEAM

Google News
Google News
વડાદલા ગામે પાડોશી મહિલાએ કાર રિવર્સ લેતા આંગણમાં રમતું દોઢ વર્ષનું બાળક ચગદાયું 1 - image
AI Representative Image

Bharuch News : ભરૂચના વાગરા તાલુકા ખાતે આવેલ વડાદલા ગામમાં પાડોશી મહિલાએ કાર રિવર્સ લેતા રમી રહેલ દોઢ વર્ષનો બાળક ચગદાઈ જતા મોતને ભેટ્યો હતો. પિતાની ફરિયાદના આધારે દહેજ પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.

આ પણ વાંચો: વડોદરા કોર્પોરેશનના ફૂડ ઇન્સ્પેક્ટરો દ્વારા ખાદ્ય પદાર્થોનું ચેકિંગ : દૂધ, ઘી, મરચું અને હળદર પાવડરના નમુના લીધા

આ ઘટના 11 ઓગસ્ટના રોજ બની હતી

મૂળ ઝારખંડના રહેવાસી અને હાલ વાગરાની સેન્ટ્રોસા સોસાયટી વડોદરા ખાતે રહેતા મનોજકુમાર દાસ ખાનગી કંપનીમાં ઓપરેટર તરીકે કામ કરે છે. તેમને સંતાનમાં બે પુત્ર અને એક પુત્રી છે. તા.11 ઓગસ્ટના રોજ સાંજના સમયે ત્રણેય બાળકો ઘર નજીક રમી રહ્યા હતા. તે વખતે પાડોશી અરુણાબેનએ પોતાની કાર રિવર્સ લેતા મનોજકુમાર દાસના દોઢ વર્ષના પુત્ર મોનુકુમાર દાસ ઉપર ચડાવી દીધી હતી. 

આ પણ વાંચો: MSUની કોમર્સ ફેકલ્ટીમાંથી સતત મૂલ્યાંકનની પ્રક્રિયાને વિદાય, ત્રણ ઈન્ટરલની જગ્યાએ એક જ ઈન્ટરનલ પરીક્ષા લેવાશે

ભરૂચ સિવિલ હોસ્પિટલમાં ટૂંકી સારવાર બાદ બાળકનું મોત નીપજ્યું

અરુણાબેન બેભાન અવસ્થામાં બાળકને સારવાર અર્થે પ્રથમ જોલવા ગામ લઈ ગયા હતા. જ્યાંથી વધુ સારવાર અર્થે ભરૂચ સિવિલ હોસ્પિટલ રિફર કરાયા હતા. જ્યાં ટૂંકી સારવાર દરમ્યાન બાળકનું મોત નીપજ્યું હતું. ઉપરોક્ત ફરિયાદના આધારે પોલીસે અરુણાબેન વિરુદ્ધ એમવી એક્ટ સહિતની કલમો હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.


Tags :