For Real Time Updates and Better ExperienceDownload the app Now!
Download the app Now!

ગુજરાતમાં કોરોનાના પોઝિટિવ કેસ 53 થયા, આજે નવા 6 નોંધાયા

Updated: Mar 28th, 2020

ગુજરાતમાં કોરોનાના પોઝિટિવ કેસ 53 થયા, આજે નવા 6 નોંધાયાઅમદાવાદ, તા. 28 માર્ચ 2020 શનિવાર

ગુજરાતમાં કોરોના વાયરસના વધુ 6 કેસ નોંધાયા છે અને મોતનો આંકડો ત્રણ પર પહોંચ્યો છે. જેથી રાજ્યમાં કોરોનાના કુલ 53 દર્દી નોંધાયા છે. જ્યારે હજુ 2 દર્દીના રીપોર્ટ આવવાના બાકી છે.

Article Content Image 

કોરોના વાયરસના વધતા પ્રકોપને ધ્યાને રાખી સમગ્ર દેશમાં 21 દિવસનું લૉકડાઉન જાહેર કર્યું છે. જે બાદ આજે લૉકડાઉનનો ચોથો દિવસ છે. અત્યાર સુધીમાં કોરોના વાયરસથી સંક્રમિત પોઝિટીવ કેસની સંખ્યા 873ને પાર પહોંચી ગઈ છે. જ્યારે આ વાયરસથી અત્યાર સુધીમાં 20 લોકોના મોત થયા છે. 

લૉકડાઉનથી સૌથી વધુ પ્રભાવિત મજૂરો, નાના કારીગરો અને વેપારી વર્ગ છે. મજૂરો માટે હાલ રોજગારી એ સૌથી મોટો પ્રશ્ન બની ગયો છે. ત્યારે આવા સમયે શહેરમાં લાખો લોકો દિવસેને દિવસે પોતાના વતન તરફ પાછા ફરી રહ્યા છે.

Gujarat