ગુજરાતમાં આજે 181 તાલુકામાં મેઘમહેર, ધોરાજીમાં 2 કલાકમાં 2.6 ઇંચ, 10 તાલુકામાં 3 ઇંચથી વધુ વરસાદ
Rainfall In Gujarat : ગુજરાતના મોટાભાગના વિસ્તારોમાં સારો એવો વરસાદ વરસી રહ્યો છે. આ દરમિયાન આજે ગુરુવારે (3 જુલાઈ) 25થી વધુ જિલ્લામાં ભારેથી અતિભારે વરસાદનું ઍલર્ટ છે, ત્યારે ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્રના મોટાભાગના વિસ્તારોમાં ધોધમાર વરસાદ વરસ્યો છે. રાજ્યમાં આજે 12 કલાકમાં 181 તાલુકામાં વરસાદ ખાબક્યો છે. જેમાં સૌથી વધુ ઈડરમાં 5.51 ઇંચ વરસાદ વરસ્યો છે. જ્યારે રાજકોટના ધોરાજીમાં આજે સાંજે 4થી 6 વાગ્યા સુધીના માત્ર 2 કલાકમાં 2.6 ઇંચ ખાબક્યો છે. ચાલો ક્યાં-કેટલો વરસાદ નોંધાયો છે.
181 તાલુકામાં વરસાદ
રાજ્યમાં આજે (3 જુલાઈ) સવારે 6 વાગ્યાથી સાંજે 6 વાગ્યા સુધીમાં 181 તાલુકામાં વરસાદ નોંધાયો છે. જેમાં બનાસકાંઠાના ધાનેરામાં 4.57 ઇંચ, રાજકોટના જામકંડોરાણા 4.33 ઇંચ, જામનગરના જોડિયામાં 3.98 ઇંચ, લાલપુરમાં 3.39 ઇંચ, સુરેન્દ્રનગરના ચુડામાં 3.31 ઇંચ, રાજકોટના ધોરાજીમાં 3.27 ઇંચ, બનાસકાંઠાના દાંતીવાડામાં અને વડગામમાં 3.19-3.19 ઇંચ, સુરેન્દ્રનગરના વઢવાણમાં 3.07 ઇંચ, તાપીના સોનગઢમાં 2.95 ઇંચ વરસ્યો છે. જેમાં સુરેન્દ્રનગરના ધ્રાંગધ્રામાં માત્ર 2 કલાકમાં 2.72 ઇંચ વરસાદ ખાબક્યો છે.
આ પણ વાંચો: ઉત્તર ગુજરાતમાં સાર્વત્રિક વરસાદ, સૌથી વધુ ઈડરમાં 5.51 ઇંચ ખાબક્યો, અનેક વિસ્તાર જળમગ્ન
26 જિલ્લામાં 1થી2 ઇંચ વરસાદ
જ્યારે અરવલ્લીના ભિલોડા, મહેસાણાના વડનગર, રાજકોટના જેતપુર, બનાસકાંઠાના પાલનપુર, રાજકોટ, બોટાદના રાણપુર, જામનગરના કાલાવાડ, બનાસકાંઠાના ડીસા, જામનગરના જામજોધપુર, તાપીના વ્યારા, મહેસાણાના વિસનગર અમદાવાદના દસક્રોઈ, જૂનાગઢના વંથલી તાલુકામાં 2 ઇંચથી વધુ વરસાદ ખાબક્યો છે. આ ઉપરાંત, 26 જિલ્લામાં 1થી2 ઇંચ અને અન્ય 130 તાલુકામાં 1 ઇંચની અંદરમાં વરસાદ નોંધાયો છે.
જુઓ ક્યાં-કેટલો વરસાદ ખાબક્યો