Get The App

ઉત્તર ગુજરાતમાં સાર્વત્રિક વરસાદ, સૌથી વધુ ઈડરમાં 5.51 ઇંચ ખાબક્યો, અનેક વિસ્તાર જળમગ્ન

Updated: Jul 3rd, 2025

GS TEAM

Google News
Google News
ઉત્તર ગુજરાતમાં સાર્વત્રિક વરસાદ, સૌથી વધુ ઈડરમાં 5.51 ઇંચ ખાબક્યો, અનેક વિસ્તાર જળમગ્ન 1 - image


Gujarat Weather Update: ચોમાસાની શરુઆત સાથે જ ગુજરાતમાં મેઘમહેર પણ શરુ થઈ ગઈ છે. રાજ્યભરમાં વિવિધ જગ્યાએ ભારેથી અતિભારે વરસાદ જોવા મળી રહ્યો છે. જોકે, ઉત્તર અને દક્ષિણ ગુજરાતમાં અતિભારે વરસાદના કારણે અમુક વિસ્તારમાં લોકોને હાલાકી પણ જોવા મળી હતી. ગુરુવારે (3 જુલાઈ) વહેલી સવારથી મેઘરાજાએ ધડબડાટી શરુ કરી છે. ઉત્તર અને દક્ષિણ વિસ્તારોમાં મન મૂકીને મેહુલ્યો વરસ્યો છે. સાબરકાંઠા અને બનાસકાંઠામાં ભારે વરસાદના કારણે લોકોને હાલાકીનો સામનો પણ કરવો પડ્યો હતો. 


ઉત્તર ગુજરાતમાં ભારે વરસાદ

હવામાન વિભાગ દ્વારા સવારે 6 વાગ્યાથી બપોરના 2 વાગ્યા સુધી ક્યાં કેટલો વરસાદ વરસ્યો તે વિશે માહિતી આપવામાં આવી છે. જે મુજબ, સાબરકાંઠાના ઈડરમાં 2 વાગ્યા સુધીમાં એટલે કે, 8 કલાકમાં જ 5.51 ઇંચ વરસાદ વરસી ગયો હતો. બનાસકાંઠાના ધાનેરાની સ્થિતિ પણ કંઈક આવી જ હતી. ધાનેરામાં પણ 2 વાગ્યા સુધીમાં 4.57 ઇંચ વરસાદ નોંધાયો હતો. 

આ પણ વાંચોઃ MSUમાં આર્થિક રીતે નબળા 1552 વિદ્યાર્થીઓને 91.27 લાખની સ્કોલરશિપ અપાઈ

ઉત્તર ગુજરાતમાં સાર્વત્રિક વરસાદ, સૌથી વધુ ઈડરમાં 5.51 ઇંચ ખાબક્યો, અનેક વિસ્તાર જળમગ્ન 2 - image

સૌરાષ્ટ્રમાં મેઘમહેર

આ સિવાય સૌરાષ્ટ્રના જામનગરમાં પણ વરસાદી બેટિંગ જોવા મળી હતી. જામનગરના જોડિયા તાલુકામમાં બે વાગ્યા સુધીમાં 3.98 ઇંચ વરસાદ નોંધાયો હતો. તેમજ બનાસકાંઠાના વડગામ અને દાંતીવાડામાં 3.19 ઇંચ વરસાદ નોંધાયો હતો. 

ઉત્તર ગુજરાતમાં સાર્વત્રિક વરસાદ, સૌથી વધુ ઈડરમાં 5.51 ઇંચ ખાબક્યો, અનેક વિસ્તાર જળમગ્ન 3 - image

અમદાવાદ-ગાંધીનગરમાં શું છે સ્થિતિ?

રાજકોટમાં પણ આજે મેઘમહેર જોવા મળી હતી. હવામાન વિભાગની માહિતી અનુસાર, રાજકોટમાં બે વાગ્યા સુધીમાં 2.68 ઇંચ વરસાદ નોંધાયો હતો. આ સિવાય અમદાવાદમાં 1.06 ઇંચ વરસાદ નોંધાયો છે. તેમજ પાટનગર ગાંધીનગરમાં 0.51 ઇંચ વરસાદ નોંધાયો હતો. અમદાવાદ અને ગાંધીનગરના લોકો હાલ ઝરમર વરસાદનો આનંદ માણી રહ્યા છે. 

ઉત્તર ગુજરાતમાં સાર્વત્રિક વરસાદ, સૌથી વધુ ઈડરમાં 5.51 ઇંચ ખાબક્યો, અનેક વિસ્તાર જળમગ્ન 4 - image

આ પણ વાંચોઃ સુરતની મોડલ અંજલિ વરમોરાના આપઘાતનું રહસ્ય ખુલ્યું! પ્રેમી ચિંતન સામે નોંધાઈ ફરિયાદ

હવામાન વિભાગની આગાહી

3 જુલાઈઃ 

હવામાન વિભાગ દ્વારા 3 જુલાઈના દિવસે 2 જિલ્લામાં ઑરેન્જ ઍલર્ટ અપાયું છે. આ જિલ્લામાં આજે છૂટાછવાયા સ્થળે અતિભારે વરસાદ જોવા મળશે. આ સિવાય 20 જિલ્લામાં યલો ઍલર્ટ જાહેર કરાયું છે. જ્યાં ભારે વરસાદ જોવા મળશે. 

  • ઑરેન્જ ઍલર્ટઃ બનાસકાંઠા અને સાબરકાંઠા
  • યલો ઍલર્ટઃ કચ્છ, પાટણ, મહેસાણા, ગાંધીનગર, અરવલ્લી, ખેડા, મહીસાગર, પંચમહાલ, દાહોદ, ભાવનગર, અમરેલી, ગીર સોમનાથ, દીવ, સુરત, તાપી, ડાંગ, નવસારી, વલસાડ, દમણ, દાદરા અને નગર હવેલી.

ઉત્તર ગુજરાતમાં સાર્વત્રિક વરસાદ, સૌથી વધુ ઈડરમાં 5.51 ઇંચ ખાબક્યો, અનેક વિસ્તાર જળમગ્ન 5 - image

4 જુલાઈઃ 

હવામાન વિભાગે 4 જુલાઈના દિવસે 12 જિલ્લામાં યલો ઍલર્ટ આપ્યું છે. જ્યાં છૂટાછવાયો સ્થળોએ ભારે વરસાદ જોવા મળશે. 

  • યલો ઍલર્ટઃ સાબરકાંઠા, અરવલ્લી, મહીસાગર, દાહોદ, ગીર સોમનાથ, દીવ, નવસારી, વલસાડ, દમણ, દાદરા અને નગર હવેલી

5 જુલાઈઃ 

હવામાન વિભાગે 5 જુલાઈના દિવસે 3 જિલ્લામાં ઑરેન્જ ઍલર્ટ આપ્યું છે. આ જિલ્લામાં આજે છૂટાછવાયા સ્થળે અતિભારે વરસાદ જોવા મળશે. આ સિવાય 15 જિલ્લામાં યલો ઍલર્ટ જાહેર કર્યું છે. જ્યાં ભારે વરસાદ જોવા મળશે. 

  • ઑરેન્જ ઍલર્ટઃ અરવલ્લી, મહીસાગર, દાહોદ
  • યલો ઍલર્ટઃ કચ્છ, બનાસકાંઠા, પાટણ, મહેસાણા, સાબરકાંઠા, પંચમહાલ, છોટા ઉદેપુર, નવસારી, વલસાડ, દમણ, દાદરા અને નગર હવેલી, ભાવનગર, અમરેલી, ગીર સોમનાથ અને દીવ.
Tags :