mobile_app
For Real Time Updates and Better ExperienceDownload the app Now!
Download the app Now!app_store_icongoogle_play_icon

ઈલેકટ્રીક વ્હીકલને પ્રોત્સાહન આપવા અમદાવાદમાં બાર EV ચાર્જિંગ સ્ટેશનનો કરવામાં આવેલો આરંભ

સિંધુભવન તથા પ્રહલાદનગર મલ્ટિલેવેલ પાર્કિંગ ખાતે ઈલેટ્રીકવ્હીકલ ચાર્જિંગની સુવિધા

Updated: Feb 12th, 2024

     ઈલેકટ્રીક વ્હીકલને પ્રોત્સાહન આપવા અમદાવાદમાં બાર EV ચાર્જિંગ સ્ટેશનનો કરવામાં આવેલો આરંભ 1 - image

  અમદાવાદ,સોમવાર,12 ફેબ્રુ,2024

અમદાવાદમાં હવાના પ્રદૂષણને ઘટાડવા તથા ઈલેકટ્રીક વ્હીકલને પ્રોત્સાહન આપવા વિવિધ બાર લોકેશન ઉપર ઈલેકટ્રીક વ્હીકલ ચાર્જિંગ સ્ટેશન શરુ કરવામાં આવ્યા છે.સિંધુભવન તથા પ્રહલાદનગર મલ્ટિલેવલ પાર્કિંગ ખાતે પણ ઈલેકટ્રીક વ્હીકલ ચાર્જિંગની સુવિધા ઉપલબ્ધ કરાવવામા આવી છે.

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા શહેરના અલગ અલગ બાર સ્પોટ ઉપર તૈયાર કરાવવામાં આવેલા ઈલેકટ્રીક વ્હીકલ ચાર્જિંગ સ્ટેશન કેન્દ્રીય ગૃહમંત્રીએ ખુલ્લા મુકયા હતા.શહેરના દક્ષિણ ઝોન વિસ્તારમાં ચાર, ઉત્તર તથા પશ્ચિમ ઝોન વિસ્તારમાં અનુક્રમે ત્રણ-ત્રણ તથા ઉત્તર-પશ્ચિમ અને દક્ષિણ-પશ્ચિમ ઝોનમાં એક-એક ઈલેકટ્રીક વ્હીકલ ચાર્જિંગ સ્ટેશન કાર્યરત કરવામા આવ્યા છે.

કયા ઝોનમાં કેટલા ઈલેકટ્રીક વ્હીકલ ચાર્જિંગ સ્ટેશન

ઝોન            લોકેશન

ઉત્તર           બાપુનગર ફલાયઓવર નીચે

ઉત્તર           નિકોલ-નરોડા રોડ

ઉત્તર           હરિ દર્શન ક્રોસ રોડ

દક્ષિણ          સી.ટી.એમ.ફલાય ઓવર બ્રિજ

દક્ષિણ          ગોવિંદવાડી સર્કલ

દક્ષિણ          કાંકરિયા મલ્ટિલેવલ પાર્કિંગ

દક્ષિણ          નારોલ ફલાયઓવરબ્રિજ

પશ્ચિમ          ઈન્કમટેકસ ફલાયઓવરબ્રિજ

પશ્ચિમ          ન્યૂ સી.જી.રોડ,ચાંદખેડા

પશ્ચિમ          કોટેશ્વર રોડ,મોટેરા

ઉ.પ.           સિંધુભવન રોડ

દ.પ.           પ્રહલાદનગર રોડ

Gujarat