For Real Time Updates and Better ExperienceDownload the app Now!
Download the app Now!

મળતીયા ટ્રાન્સપોર્ટ ઓપરેટરોને લાભ ખટાવવા દર વર્ષે ૩૦૦ કરોડ દેવુ વધતુ હોવા છતાં કોન્ટ્રાકટરો માટે ૩૦૦ બસ લેવાશે

૩૮૭૦ કરોડનું જંગી દેવુ છતાં ૧૦૦ ઈલેકટ્રીક-૨૦૦ રેગ્યુલર બસ ખરીદી કોન્ટ્રાકટરોને ચલાવવા આપી દેવાશે

Updated: Jan 25th, 2023

Article Content Image

અમદાવાદ,બુધવાર,25 જાન્યુ,2023

 ૭૫ વર્ષ જુની અમદાવાદ મ્યુનિસિપલ ટ્રાન્સપોર્ટ સર્વિસના માથે મ્યુનિસિપલ કોર્પોરેશનની રુપિયા ૩૮૭૦ કરોડની લોનનો જંગી આર્થિક બોજ છે.દર વર્ષે દેવામા રુપિયા ૩૦૦ કરોડનો વધારો થઈ રહયો છે.આમ છતાં વર્ષ-૨૦૨૩-૨૪ના એ.એમ.ટી.એસ.ના સાત કરોડના સુધારા સાથે મંજુર કરવામા આવેલા રુપિયા ૫૭૪ કરોડના બજેટમાં કોન્ટ્રાકટરો માટે ૩૦૦ નવી બસ લેવાનો નિર્ણય કરવામાં આવ્યો છે.૧૦૦ ઈલેકટ્રીક અને ૨૦૦ રેગ્યુલર બસનો વધારો કરી વર્ષ દરમિયાન  ૧૧૦૯ બસ ઓનરોડ દોડાવવાની સત્તાધીશો દ્વારા જાહેરાત કરવામા આવી છે.

ટ્રાન્સપોર્ટ મેનેજર આર્જવ શાહ દ્વારા રજૂ કરવામા આવેલા એ.એમ.ટી.એસ.ના રુપિયા ૫૬૭ કરોડના બજેટમાં સત્તાધારીપક્ષ દ્વારા રુપિયા સાત કરોડનો વધારો કરી રુપિયા ૫૭૪ કરોડનું વર્ષ-૨૦૨૩-૨૪ માટેનુ બજેટ મંજુર કર્યુ છે.ચેરમેન વલ્લભભાઈ પટેલે શહેરના વિવિધ વિસ્તારમાં દોડાવવામા આવતી ૮૦૯ બસમાં ૧૦૦ ઈલેકટ્રીક અને ૨૦૦ રેગ્યુલર બસ એમ કુલ મળીને નવી ૩૦૦ બસ ખરીદાશે એવી જાહેરાત કરી છે.મેટ્રોના રુટ ઉપર મેટ્રોના રુટ સાથે શહેરીજનોને એ.એમ.ટી.એસ.બસની કનેકટિવિટી મળી રહે એ માટે આયોજન કરવામાં આવશે.સરદાર પટેલ રીંગ રોડ ઉપર બસની સુવિધાનો વ્યાપ વધારવામા આવશે.શહેરની ફરતે આવેલા એસ.પી.રીંગ રોડ ફરતે બીજા તબકકામા અસલાલીથી સનાથલ, વૈષ્ણોદેવીથી ઝુંડાલ સુધીની બસ સેવા શરુ કરવામા આવશે.વિપક્ષનેતા શહેજાદખાન પઠાણે એ.એમ.ટી.એસ.ના બજેટ અંગે આક્ષેપ કરતા કહયુ,નવી ૩૦૦ બસ અંગે બહાર પાડવામા આવેલા ટેન્ડરથી ભાજપના મળતીયા કોન્ટ્રાકટરોને ફાયદો થશે અને એ.એમ.ટી.એસ.તંત્ર વધુ દેવાના ડુંગર તળે દબાઈ જશે.વિપક્ષે કોન્ટ્રાકટરોને લાભ ખટાવવા કરવામા આવતી નવી બસોની ખરીદીના બદલે એ.એમ.ટી.એસ.બસની મુસાફરી જ લોકો માટે વિનામૂલ્યે કરવાની સાથે કોન્ટ્રાકટથી બસો ચલાવવા આપવાની પ્રથા બંધ કરવાની માંગ કરી છે.

રીંગ રોડ ઉપર દોડાવવામા આવતી એ.એમ.ટી.એસ.બસો માટે રીંગ રોડની નજીક બે પ્લોટ મેળવવામા મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજનામાંથી ગ્રાન્ટ મેળવવામા આવશે.પાલડી,વાડજ સહિતના તમામ બસ ટર્મિનસ ઉપર સી.સી.ટી.વી.કેમેરા લગાવવા રુપિયા એક કરોડની રકમ મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજનાની ગ્રાન્ટ મેળવી ખર્ચ કરાશે.ઝોન વાઈસ કોઈ પણ એકરુટ ઉપર જયા મહિલા મુસાફરો વધુ હશે ત્યા મહિલાઓ માટે પીક અવર્સમાં મહિલા બસ શરુ કરાશે.દિવ્યાંગ મુસાફરોને વિનામૂલ્યે મુસાફરી કરવા બસપાસ અપાશે.શહેરમા નવી બનનારી ટી.પી.સ્કીમમા ટ્રાન્સપોર્ટ સર્વિસ માટે પ્લોટ રીઝર્વ રાખવા રજૂઆત કરાશે.એસ.પી.રીંગ રોડ ઉપર જુદા-જુદા સ્થળે પી.પી.પી.ધોરણે બસ સ્ટોપ મુકી આવક ઉભી કરવામા આવશે.

Gujarat