Gujarat

રાજકોટમાં બીમારીથી કંટાળીને મહિલા કોન્સ્ટેબલે જીવન ટૂંકાવ્યું, સ્યુસાઈડ નોટ પણ આવી સામે

By GS TEAM
3 Oct 20251 min read
TukuTouch Logo
રાજકોટમાં બીમારીથી કંટાળીને માઉન્ટેન પોલીસલાઈન ક્વાર્ટરમાં રહેતી મહિલા કોન્સ્ટેબલે જીવન ટૂંકાવ્યું. મહિલા કોન્સ્ટેબલે ઝેરી દવા પીધી હતી, આ પછી મહિલાને સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવી હતી. જ્યાં સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું. મૃતક પાસેથી સ્યુસાઈડ નોટ મળી આવી છે, ત્યારે પોલીસે મૃતકના મૃતદેહને પીએમ અર્થે મોકલીને આગળની કાર્યવાહી હાથ ધરી છે.

Summarized by AI; it may make mistakes. Check important info

રાજકોટમાં બીમારીથી કંટાળીને મહિલા કોન્સ્ટેબલે જીવન ટૂંકાવ્યું, સ્યુસાઈડ નોટ પણ આવી સામે

Rajkot News : રાજકોટમાં બીમારીથી કંટાળીને માઉન્ટેન પોલીસલાઈન ક્વાર્ટરમાં રહેતી મહિલા કોન્સ્ટેબલે જીવન ટૂંકાવ્યું. મહિલા કોન્સ્ટેબલે ઝેરી દવા પીધી હતી, આ પછી મહિલાને સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવી હતી. જ્યાં સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું. મૃતક પાસેથી સ્યુસાઈડ નોટ મળી આવી છે, ત્યારે પોલીસે મૃતકના મૃતદેહને પીએમ અર્થે મોકલીને આગળની કાર્યવાહી હાથ ધરી છે. 

રાજકોટમાં બીમારીથી કંટાળીને મહિલા કોન્સ્ટેબલે જીવન ટૂંકાવ્યું

મળતી માહિતી મુજબ, રાજકોટ શહેરમાં ભૂમિકાબા ચૌહાણ (ઉં.વ.27) નામના મહિલા કોન્સ્ટેબલે શુક્રવાર (3 ઓક્ટોબર) પોતાના ક્વાર્ટરમાં ઝેરી દવા પીને આપઘાત કર્યો હતો. સમગ્ર મામલે પ્રદ્યુમન નગર પોલીસની ટીમ ઘટનાસ્થળે પહોંચી હતી. સમગ્ર ઘટનામાં પોલીસને મળી આવેલા સ્યુસાઈડ નોટમાં મહિલા કોન્સ્ટેબલે બીમારીથી પીડિત હોવાનો ઉલ્લેખ કર્યો હોવાનું જણાવ્યું હતું. 

આ પણ વાંચો: અમદાવાદમાં ચોંકાવનારી ઘટના, અકસ્માત બાદ યુવકે કારના સનરુફમાંથી નીકળી છરી બતાવી, લોકોએ માર્યા પથ્થર

મહિલા કોન્સ્ટેબલ બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા હતા. મહિલાએ આપઘાત પહેલા લખેલી સ્યુસાઈડ નોટ મુજબ, ભૂમિકાબાને આંચકીની બીમારી હોવાથી અવાર-નવાર સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં જવું પડતું હતું. અંતે બીમારીથી કંટાળીને આ પ્રકારનું પગલું ભર્યું હોવાનું સામે આવ્યું છે.