Get The App

ભાદરવી પૂનમે ચંદ્રગ્રહણ હોવાથી અંબાજી મંદિરમાં આરતી-દર્શનના સમયમાં ફેરફાર

Updated: Jul 28th, 2025

GS TEAM

Google News
Google News
ભાદરવી પૂનમે ચંદ્રગ્રહણ હોવાથી અંબાજી મંદિરમાં આરતી-દર્શનના સમયમાં ફેરફાર 1 - image


Ambaji Temple Darshan-Arti time : સુપ્રસિદ્ધ યાત્રાધામ અંબાજી ખાતે આગામી ભાદરવી પૂનમના રોજ ચંદ્રગ્રહણ હોવાથી માતાજીની આરતી અને દર્શનના સમયમાં ફેરફાર કરવામાં આવ્યો છે.  મંદિર ટ્રસ્ટ દ્વારા આ માહિતી આપવામાં આવી છે. 

અંબાજી મંદિરમાં આરતી-દર્શનના સમયમાં ફેરફાર

અંબાજી મંદિરના ભટ્ટજી મહારાજ દ્વારા આગામી ભાદરવી પૂનમના રોજ માતાજીના દર્શન અને આરતીના સમયમાં ફેરફાર અંગે જાણકારી આપી છે. તેમણે જણાવ્યું હતું કે, આગામી 7 સપ્ટેમ્બર, 2025ના રવિવારના રોજ ભાદરવા સુદ પૂનમના દિવસે ચંદ્રગ્રહણ હોવાથી આરતી સવારે 6 થી 6:30 વાગ્યે થશે અને માતાજીના દર્શન સવારે 6:30 થી 10 વાગ્યા સુધી કરી શકાશે. 

ભાદરવી પૂનમે ચંદ્રગ્રહણ હોવાથી અંબાજી મંદિરમાં આરતી-દર્શનના સમયમાં ફેરફાર 2 - image

આ પણ વાંચો: જામનગરમાં શ્રાવણનો મહિમા: ઈચ્છેશ્વર મહાદેવ ખાતે ચંદ્રમોલેશ્વર, ઓમકારેશ્વર મંદિરે અમરનાથની દિવ્ય ઝાંખી

જ્યારે સવારે 10 થી 10:30 વાગ્યે રાજભોગ, 10:30 થી 12 વાગ્યામાં સાયજકાલની પુજા અને બપોરે 12 થી 12:30 વાગ્યે સાયજકાલની આરતી થશે. આ પછી 8 સપ્ટેમ્બર, 2025ના રોજથી રાબેતા મુજબ દર્શન કરી શકાશે. 

Tags :