Get The App

ગુજરાતમાં 10 જૂન સુધી મોટાભાગના વિસ્તારોમાં ગાજવીજ સાથે વરસાદની આગાહી, છેલ્લા 24 કલાકમાં 59 તાલુકામાં વરસાદ

Updated: Jun 4th, 2025

GS TEAM

Google News
Google News
ગુજરાતમાં 10 જૂન સુધી મોટાભાગના વિસ્તારોમાં ગાજવીજ સાથે વરસાદની આગાહી, છેલ્લા 24 કલાકમાં 59 તાલુકામાં વરસાદ 1 - image

Rain Forecast, Gujarat : ગુજરાતમાં આગામી 10 જૂન સુધી મોટાભાગના વિસ્તારોમાં ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે. જેમાં 5-6 જૂનના રોજ રાજ્યના તમામ જિલ્લામાં વરસાદની આગાહી છે. ચાલો જાણીએ કયા-કેવો રહેશે વરસાદી માહોલ.

બે દિવસ રાજ્યભરમાં પડશે વરસાદ

હવામાન વિભાગની આગાહી મુજબ, 5-6 જૂનના રોજ બનાસકાંઠા, પાટણ, મહેસાણા, સાબરકાંઠા, અમદાવાદ, ગાંધીનગર, અરવલ્લી, મહીસાગર, ખેડા, પંચમહાલ, દાહોદ, આણંદ, વડોદરા, છોટા ઉદેપુર, ભરૂચ, નર્મદા, સુરત, તાપી, ડાંગ, નવસારી, વલસાડ જિલ્લાના અમુક સ્થળોએ ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે. જ્યારે કચ્છ, મોરબી, સુરેન્દ્રનગર, જામનગર, રાજકોટ, બોટાદ, દેવભૂમિ દ્વારકા, જૂનાગઢ, અમરેલી, ભાવનગર, ગીર સોમનાથ જિલ્લાના છૂટાછવાયા સ્થળોએ ગાજવીજ સાથે વરસાદની શક્યતા છે. 

આ પણ વાંચો: અમદાવાદમાં રથયાત્રા પહેલાં 11 જૂને નીકળશે જળયાત્રા, વર્ષમાં એકવાર ગજવેશમાં જોવા મળશે ભગવાન

7થી 10 જૂન સુધીની આગાહી

7 જૂન: રાજકોટ, જૂનાગઢ, અમરેલી, બોટાદ, ભાવનગર, ગીર સોમનાથ, આણંદ, ખેડા, અરવલ્લી, મહીસાગર, પંચમહાલ, દાહોદ, વડોદરા, છોટા ઉદેપુર, ભરૂચ, નર્મદા, સુરત, તાપી, ડાંગ, નવસારી, વલસાડ જિલ્લાના છૂટાછવાયા સ્થળોએ ગાજવીજ સાથે વરસાદની આગાહી. 

8-9 જૂન: અમરેલી, ગીર સોમનાથ, ભાવનગર, સુરત, તાપી, ડાંગ, નવસારી, વલસાડ જિલ્લાના છૂટાછવાયા સ્થળોએ ગાજવીજ સાથે વરસાદની આગાહી.

10 જૂન: વલસાડ, ડાંગ, નવસારી, ભાવનગર, અમરેલી જિલ્લાના છૂટાછવાયા સ્થળોએ ગાજવીજ સાથે વરસાદની આગાહી.

ગુજરાતમાં 10 જૂન સુધી મોટાભાગના વિસ્તારોમાં ગાજવીજ સાથે વરસાદની આગાહી, છેલ્લા 24 કલાકમાં 59 તાલુકામાં વરસાદ 2 - image

ગુજરાતમાં 10 જૂન સુધી મોટાભાગના વિસ્તારોમાં ગાજવીજ સાથે વરસાદની આગાહી, છેલ્લા 24 કલાકમાં 59 તાલુકામાં વરસાદ 3 - image