મિત્રતા પર કલંક! ઝઘડા પછી સમાધાનના બહાને બોલાવીને ત્રણ શખસે મિત્રના ગળે અસ્ત્રો મારી દીધો
Ahmedabad News : રાજ્યમાં લૂંટ, મારામારી, હત્યા સહિતના બનાવની ઘટના સામે આવતી હોય છે, ત્યારે અમદાવાદના ગીતામંદિર વિસ્તારમાં મિત્રોએ મિત્રની હત્યા નીપજવાની હોવાની ઘટના સામે આવી છે. જૂની અદાવતને લઈને સમાધાન માટે બોલાઈને ત્રણ શખ્સોએ મિત્રને ગળાના ભાગે અસ્ત્રો મારીને મોતને ઘાટ ઉતાર્યો હતો. સમગ્ર મામલે કાગડાપીઠ પોલીસે હત્યાનો ગુનો નોંધીને ત્રણેય આરોપીને ઝડપી પાડીને આગળની કાર્યવાહી હાથ ધરી છે.
ત્રણ યુવકોએ કરી મિત્રની હત્યા
અમદાવાદના ગીતામંદિર ખાતે ગઈકાલે મંગળવારે (8 જુલાઈ) રાત્રે જયેશ ઉર્ફે જેકો ઝાલા, ધર્મેશ ઉર્ફે ધમો મકવાણા અને જગદીશ ઉર્ફે જગ્ગુ રાઠોડએ કેતન ગોહેલને ગળાના ભાગે અસ્ત્રો મારીને હત્યા નીપજ્યા હોવાને લઈને મૃતકના ભાઈ ધર્મેન્દ્રએ કાગડાપીઠ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે.
મળતી માહિતી મુજબ, થોડા દિવસ પહેલા કેતન અને મિત્ર જગદીશ સાથે સામાન્ય બોલાચાલી થઈ હતી. જેને લઈને જગદીશે તેના અન્ય મિત્રો જયેશ, ધર્મેશ સાથે મળીને કેતન સાથે સમાધાન કરવા માટે બોલાવ્યો હતો. જ્યારે ગઈકાલે (8 જુલાઈ) સમાધાન માટે પહોંચેલા કેતન પર જગદીશ સહિતના મિત્રોએ હુમલો કર્યો હતો. આ દરમિયાન જગદીશે કેતના ગળાના ભાગે અસ્ત્રો મારીને હત્યા કરી હતી. જોકે, આ પછી લોહીથી લતપથ કેતનને સારવારે અર્થે હોસ્પિટલ લઈ ગયા હતા, જ્યાં તેને ડૉક્ટરે મૃત જાહેર કર્યો હતો.