ધ્રાંગધ્રા -
ધ્રાંગધ્રા શહેરના દિલ્હી દરવાજા વિસ્તાર નજીક કેટલાક શખ્સો
જાહેરમાં જુગાર રમતા હોવાની બાતમીને આધારે સિટી પોલીસ મથકના સ્ટાફે રેઇડ કરી હતી.
જેમાં સ્થળ પરથી (૧) નહબીબભાઈ મહમદભાઈ મકરાણી (૨) ઈમ્તિયાઝભાઈ ઇસબભાઈ ઘાંચી (૩)
તોફિકભાઈ અસલમભાઈ ઘાંચી જાહેરમાં જુગાર રમતા રોકડ રૃ.૩૩૫૦ સાથે ઝડપી પાડી તમામ
વિરૃદ્ધ જુગારધારા હેઠળ ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી છે.


