Get The App

કચ્છમાં ત્રણ મદરેસા પર બુલડોઝર, ગેરકાયદે દબાણો સામે તંત્રની આક્રમક કાર્યવાહી

જામનગર અને દ્વારકામાં પણ દબાણો દુર કરવાની કાર્યવાહી ચાલી રહી છે

Updated: Mar 9th, 2024

GS TEAM

Google News
Google News
કચ્છમાં ત્રણ મદરેસા પર બુલડોઝર, ગેરકાયદે દબાણો સામે તંત્રની આક્રમક કાર્યવાહી 1 - image


Demolition In Kutch: ગુજરાતમાં ગેરકાયદે દબાણો સામે તંત્રની આક્રમક કાર્યવાહી કરવામાં આવી રહી છે. રાજ્ય સરકારે કચ્છ જિલ્લામાં ગેરકાયદે જમીન બનેલી ત્રણ મદરેસા પર બુલડોઝર ચલાવ્યું છે. કચ્છ અને જામનગર જિલ્લામાં સર્વે અને નકશાના અભ્યાસ બાદ તંત્રએ પોલીસ ટીમને સાથે રાખીને આ કાર્યવાહી કરી છે. 

સરકારી જમીન પર બનેલી મદરેસાને તોડી પાડી

મળતી માહિતી અનુસાર, આજે (શનિવારે) વહેલી સવારે તંત્રએ પોલીસ સાથે રાખીને કચ્છ જિલ્લાના જામકુનરીયા અને કુરન ગામમાં સરકારી જમીન પર બનેલી ત્રણ મદરેસાને તોડી પાડવામાં આવી હતી. આ ઉપરાંત જામનગર અને દ્વારકામાં પણ દબાણો દુર કરવાની કાર્યવાહી કરવામાં આવી રહી છે. 

જામનગરમાં ચાલ્યું બુલડોઝર

જામનગરમાં અસામાજિક તત્વો દ્વારા સરકારી જમીન પર ગેરકાયદે રીતે દબાણ કરીને બે મકાનો બાંધવામાં આવ્યાં હોવાનું જાણવા મળતાં સ્થાનિક તંત્રે બુલડોઝર ફેરવી દીધું હતું. શુક્રવારે સ્થાનિક તંત્ર અને પોલીસ ટીમ સાથે મળીને આ કાર્યવાહી કરી હતી.  

ઉલ્લેખનીય છે કે, ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ કહ્યું હતું કે, 'રાજ્યમાં 108 ગેરકાયદેસર સમાધિઓ જમીનદોસ્ત કરવામાં આવી છે. તેમણે જૂનાગઢના ઉપરકોટમાં બનેલી ગેરકાયદેસર કબરો તોડી પાડવાની વાત પણ કરી હતી. ષડયંત્રથી બાંધવામાં આવેલી દરેક ઇમારતને તોડી પાડવા માટે અમારું બુલડોઝર તૈયાર છે.'

Tags :