Get The App

ત્રણ સવારીમાં બેફામ બાઈક ચલાવવાનું ભૂંડું પરિણામ, સુરત જતાં ત્રણેય મિત્રોના મોત

Updated: Nov 27th, 2024

GS TEAM


Google News
Google News
Surat


Navsari-Surat State Highway Accident Incident : નવસારી-સુરત સ્ટેટ હાઈવે પર ગંભીર અકસ્માત સર્જાયો હતો. જલાલપોરના કોલાસણા ગામે બાઈક બેકાબૂ થતા દુર્ઘટના ઘટી હતી. જેમાં બાઈક સવાર ત્રણ લોકોના મોત થયા છે. પોલીસે ઘટના સ્થળે પહોંચીને ઓળખ અને વધુ તપાસ હાથ ધરી.

નવસારી-સુરત સ્ટેટ હાઈવે પર અકસ્માતમાં ત્રણ મિત્રોના મોત

મળતી માહિતી મુજબ, નવસારીના જલાલપોર ખાતે પટેલ સોસાયટી ગાયત્રી નિવાસ મિશ્ર શાળા નં 6 પાસે ભાડેથી રહેતા મૂળ યુપીના રાજપુર ગામના વતની અર્જુન લલ્લનપ્રસાદ બિન્દ (ઉં.વ.18) નવસારી ખાતે આવેલી ગોલ્ડી સોલર કંપનીમાં નોકરી કરતો હતો. ગઈકાલે મંગળવારે રાત્રે 11:30 વાગ્યે અર્જુન તેની સાથે નોકરી કરતા મિત્રો વિકાસ બચ્ચાપ્રસાદ દુબે (ઉં.વ.20) અને અંકિતકુમાર રામગોપાલ મિશ્રા (ઉં.વ.22) ત્રણેય મિત્રો પોતાની સ્પ્લેન્ડર બાઇક પર નવસારીથી સુરત ઉધના ખાતે રહેતા પોતાના ઠેકેદારને મળવા માટે જઈ રહ્યા હતા. 

આ પણ વાંચો : અમરેલીના વડીયામાં લગ્નની લાલચ આપી યુવતી સાથે આચર્યું સામૂહિક દુષ્કર્મ, બે આરોપીની ધરપકડ

આ દરમિયાન નવસારી-સુરત સ્ટેટ હાઇવે પર કોલાસણા ગામના પાટિયા પાસે વણાંકમાં બાઇકચાલકે કાબુ ગુમાવ્યો હતો અને બાઈક કોલાસણા બસ સ્ટેન્ડ સાથે અથડાયું હતું. અકસ્માતની ઘટનામાં બાઈક પર સવાર ત્રણેય મિત્રોને ગંભીર ઈજાઓ પહોંચતા ઘટના સ્થળે જ મોત નીપજ્યાં હતા. અકસ્માતની ઘટનાને પગલે સ્થાનિક લોકો દોડી આવ્યાં હતા અને અકસ્માત અંગે મરોલી પોલીસને જાણ કરવામાં આવી હતી. પોલીસ ઘટના સ્થળે પહોંચીને અકસ્માતનો ગુનો નોંધીને આગળની કાર્યવાહી હાથ ધરી.


Tags :