Get The App

અમરેલીના વડીયામાં લગ્નની લાલચ આપી યુવતી સાથે આચર્યું સામૂહિક દુષ્કર્મ, બે આરોપીની ધરપકડ

Updated: Nov 27th, 2024

GS TEAM


Google News
Google News
અમરેલીના વડીયામાં લગ્નની લાલચ આપી યુવતી સાથે આચર્યું સામૂહિક દુષ્કર્મ, બે આરોપીની ધરપકડ 1 - image


Amreli News : અમરેલી જિલ્લાના વડીયામાં 21 વર્ષીય યુવતીને લગ્નની લાલચ આપી ચાર શખસોએ સામૂહિક દુષ્કર્મ આચર્વાયું. યુવતીએ સમગ્ર મામલે વડીયા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. પોલીસે બે આરોપીની ધરપકડ કરી લીધી છે, જ્યારે અન્ય આરોપીઓની શોધખોળ ચાલી રહી છે. 

આ પણ વાંચો : ગુજરાતમાં 24 કલાકમાં દુષ્કર્મની 4 ઘટના બની, મહિલા સુરક્ષાની વાતો વચ્ચે હવસખોરો બેફામ

લગ્નની લાલચ આપી યુવતીને ફસાવી 

પોલીસ ફરિયાદ મુજબ, અમરેલીના વડીયાના કુકાવાવ ગામમાં 21 વર્ષીય યુવતીને ફસાવવા આરોપીએ ગુનાહીત કાવતરું રચ્યું હતું.  યુવતીને લગ્નની લાલચ આપીને ફસાવી તેની સાથે સામૂહિક દુષ્કર્મ આચર્યું હતું. સમગ્ર ઘટના અંગે કોઈને કહીશ તો જાનથી મારી નાખવાની  આરોપીઓએ યુવતીને ધમકી પણ આપી હતી. પરંતુ યુવતીએ હિમ્મત કરી વડીયા પોલીસ સ્ટેશનમાં આરોપીઓ સામે નામજોગ ફરિયાદ નોંધાવી હતી. પોલીસે પ્રિતેશ આસોદરીયા, દકુ વેકરીયા, અનિલ દેસાઈ અને સોમા આલાણી વિરુદ્ધમાં દુષ્કર્મનો ગુનો નોંધ્યો છે.

આ પણ વાંચો : સુરતમાં કિન્નર અને કિશનના સંબંધનો આવ્યો કરૂણ અંજામ, વાત વણસતા યુવકે સંજનાની કરી હત્યા

પોલીસે બે આરોપીની કરી ધરપકડ

ડીવાયએસપી પી.આર.રાઠોડે જણાવ્યું હતું કે, ફરિયાદ બાદ પોલીસની ટીમે તાત્કાલિક તપાસ તેજ કરી હતી અને બે આરોપીઓને ઝડપી લીધા છે. જ્યારે અન્ય ફરાર આરોપીઓને શોધવાની કાર્યવાહી કરવામાં આવી છે. 

Tags :