Get The App

કચ્છના મુન્દ્રામાં કરૂણ ઘટના: કેનાલમાં ડૂબી જતાં ત્રણ બાળકોના મોત, માતાનો બચાવ

Updated: Sep 12th, 2025

GS TEAM

Google News
Google News
કચ્છના મુન્દ્રામાં કરૂણ ઘટના: કેનાલમાં ડૂબી જતાં ત્રણ બાળકોના મોત, માતાનો બચાવ 1 - image


Kutch News : કચ્છના મુન્દ્રા તાલુકાના ભોરારા ગામ પાસે નર્મદા કેનાલમાં માતા અને ત્રણ બાળકો ડૂબ્યા હતા. ઘટનાની જાણ થતાં ફાયર વિભાગ અને પોલીસની ટીમ સ્થળ પર પહોંચીને બચાવ કામગીરી હાથ ધરી હતી. આ દુર્ઘટનામાં ત્રણ બાળકોના ડૂબી જવાથી મોત નીપજ્યા છે. જ્યારે માતાનો બચાવ થયો છે. 

મુન્દ્રામાં કેનાલમાં ડૂબી જવાથી ત્રણ બાળકોના મોત

મળતી માહિતી મુજબ, મુન્દ્રા તાલુકાના ભોરારા ગામ નજીક આવેલી કેનાલમાં આજે (12 સપ્ટેમ્બર) બપોરે 3 વાગ્યાની આસપાસ માતા અને ત્રણ બાળકો કેનાલમાં ડૂબ્યા હોવાનું સામે આવ્યું હતું. સમગ્ર ઘટનાને લઈને સ્થાનિકતંત્ર દોડતું થયું હતું અને ઘટનાસ્થળે પહોંચીને રેસ્ક્યૂની કામગીરી હાથ ધરી હતી.

કચ્છના મુન્દ્રામાં કરૂણ ઘટના: કેનાલમાં ડૂબી જતાં ત્રણ બાળકોના મોત, માતાનો બચાવ 2 - image

આ પણ વાંચો: હિંમતનગરમાં નદીમાં મહિલા તણાઈ, કોઝવે પરથી પસાર થઈ રહ્યો હતો પરિવાર

જોકે, આ દુર્ઘટનામાં હરદેવસિંહ બહાદુરસિંહ સોઢા (ઉં.વ.12), રવિરાજસિંહ બહાદુરસિંહ સોઢા (ઉં.વ.8) અને યુવરાજસિંહ બહાદુરસિંહ સોઢા (ઉં.વ.5) ત્રણેય સગા ભાઈઓના મોત નીપજ્યા હતા. 

કચ્છના મુન્દ્રામાં કરૂણ ઘટના: કેનાલમાં ડૂબી જતાં ત્રણ બાળકોના મોત, માતાનો બચાવ 3 - image


Tags :