વડોદરા: એમ્સ કંપનીમાં બ્લાસ્ટ, એક ડાયરેકટર સહિત ત્રણની ધરપકડ
વડોદરા, તા. 12 જાન્યુઆરી 2020 રવિવાર
વડોદરા જિલ્લાના પાદરા તાલુકાની એમ્સ કંપનીમાં બ્લાસ્ટ થતાં 6 કર્મચારીના મોતના મામલામા વડું પોલીસ મથકે કંપનીનાં માલિક સહિત 5 લોકો સામે ફરિયાદ નોધાઇ હતી.
કંપનીમાં કોઈપણ પ્રકારના સુરક્ષાના સાધનોની અછત તેમજ સૂચનો ન હતા જેથી બેદરકારીની ફરીયાદ નોંધાઇ હતી.
વડું પોલીસે આ ગુનામાં ત્રણની ધરપકડ કરી છે. ત્રણેય આરોપીને વડું પોલીસ દ્વારા ઘટના સ્થળે લવાયા હતા.
ધરપકડ થયેલા આરોપીના નામ
1) સત્યકુમાર બાલ નાયર (ડાયરેકટર)
2) રાજુભાઇ રાઠવા (ઓપરેટર કમ સુપરવાઈઝર)
3) આકાશ અગ્રવાલ (પ્લાન્ટ મેનેજર)નો સમાવેશ થાય છે જ્યારે માલિક સિદ્ધાર્થ પટેલ અને ડાયરેકટર પુત્ર સ્વેતાશું પટેલ બન્ને ભૂગર્ભમાં છે.