Get The App

અમદાવાદ એરપોર્ટ પર ગોલ્ડ સ્મગલિંગનો નવો કિમિયો: મોજામાં સોનાની પેસ્ટ સંતાડીને લાવતા ત્રણ વ્યક્તિ ઝડપાયા

Updated: Sep 1st, 2025

GS TEAM

Google News
Google News
અમદાવાદ એરપોર્ટ પર ગોલ્ડ સ્મગલિંગનો નવો કિમિયો: મોજામાં સોનાની પેસ્ટ સંતાડીને લાવતા ત્રણ વ્યક્તિ ઝડપાયા 1 - image


Ahmedabad News : અમદાવાદ કસ્ટમ વિભાગે દુબઈથી આવેલા ત્રણ મુસાફરો પાસેથી 2.65 કિલોગ્રામ સોનું જપ્ત કર્યું છે, જેની કિંમત રૂ.2.56 કરોડ છે. આરોપી મોજામાં સોનાની પેસ્ટ છુપાવીને લાગ્યા હોવાનું સામે આવ્યું છે. દેશમાં સોનાની દાણચોરીની વધુ એક ઘટના મામલે કસ્ટમ વિભાગે બે મહિલા સહિત ત્રણની ધરપકડ કરીને આગળની કાર્યવાહી હાથ ધરી છે.

2.65 કિલોગ્રામ સોનું ઝડપાયું

અધિકારીઓના જણાવ્યા અનુસાર, 1 સપ્ટેમ્બરના રોજ દુબઈથી અમદાવાદ જતી ઇન્ડિગો ફ્લાઇટ 6E-1478 માં મુસાફરી કરી રહેલા એક પુરુષ મુસાફર અને બે મહિલાઓને સરદાર વલ્લભભાઈ પટેલ આંતરરાષ્ટ્રીય એરપોર્ટ પર ગુપ્ત માહિતીના આધારે અટકાવવામાં આવ્યા હતા. જેમાં કસ્ટમ વિભાગની અધિકારીએ તપાસ કરતાં ત્રણેય મુસાફરે તેમના મોજાંની અંદર ચાંદીના રંગના પાઉચ છુપાવ્યા હતા, જેમાં સોનાની પેસ્ટ હતી. દરેક મુસાફર બે પાઉચ લઈ જતો હતો, જેમાંથી 2.650 કિલોગ્રામ 24 કેરેટ સોનું મળ્યું હતું. 

સોનાના દાણચોરીની ઘટનામાં ચોંકાવનારી વાત એ છેકે, મેટલ ડિટેક્ટરથી બચવા માટે આરોપીઓએ સોનું પેસ્ટના સ્વરૂપમાં છુપાવવામાં આવ્યું હતું. કસ્ટમ અધિકારીએ જણાવ્યું હતું કે, 'કસ્ટમ્સ એક્ટ, 1962 ની જોગવાઈઓ હેઠળ આ પ્રતિબંધિત વસ્તુ જપ્ત કરવામાં આવી છે અને ત્રણેયની ધરપકડ કરવામાં આવી છે.'

આ પણ વાંચો: અમદાવાદ સહિત ગુજરાતમાં દારૂ-ડ્રગ્સ વેચનારા બેફામ, કડક કાર્યવાહી માત્ર કાગળ પર

કસ્ટમ્સ ડેટા મુજબ, છેલ્લા છ મહિનામાં અમદાવાદ એરપોર્ટ પર સોનાની દાણચોરીના ઘણા કિસ્સાઓ સામે આવ્યા છે જેમાં દાણચોરો ઇલેક્ટ્રોનિક ઉપકરણોમાં સોનું છુપાવવા, તેને રાસાયણિક દ્રાવણમાં ભેળવવા અથવા શરીરના પોલાણમાં છુપાવવા જેવી યુક્તિઓનો ઉપયોગ કરી રહ્યા છે.

Tags :