ભારતની આ અનોખી સ્કુલ જ્યા અભ્યાસના બદલે મળે છે લાખો રુપિયા, નથી કોઈ એડમીશન કે ટ્યુશન ફી
અહી 6 વર્ષ સુધી શિક્ષણ, ભોજન તેમજ રહેવા સહિતની સુવિધા ફીમાં આપવામાં આવે છે.
દર વર્ષે આ સ્કુલમાં 30 લાખ વિદ્યાર્થીઓ એડમિશન મેળવે છે.
મહેસાણા, તા. 6 જાન્યુઆરી 2023, સોમવાર
ગુજરાતના મહેસાણાની આ સ્કુલમાં અભ્યાસ કરતા વિદ્યાર્થી પાસેથી કોઈ જ પ્રકારની ફી લેવામાં આવતી નથી. અને આ ઉપરાંત અહી 6 વર્ષ સુધી શિક્ષણ, ભોજન તેમજ રહેવા સહિતની સુવિધા ફીમાં આપવામાં આવે છે.
આ સ્કુલ ગુજરાતના મહેસાણા જીલ્લામાં આવી અને સંસ્થા 125 વર્ષ જુની છે
શુ તમે જાણો છો કે વિદ્યાર્થીને અભ્યાસના બદલામાં કોઈ સ્કુલ પૈસા આપતી હોય ? પરંતુ તમે આ સાચુ સાંભળી રહ્યા છો. આજે તમને જે સ્કુલ વિશે વાત કરવાનાં છીએ જે એક એવી સ્કુલ છે જેમા વિદ્યાર્થી પાસેથી કોઈ પૈસા લેવામાં આવતા નથી. અને બદલામાં તેને સામેથી રુપિયા આપવામાં આવે છે. આ સ્કુલનું નામ છે 'શ્રીમદ્દ યશોવિજયજી જૈન સંસ્કૃત પાઠશાળા ' કે જે ગુજરાતના મહેસાણા જીલ્લામાં આવી છે. આ સંસ્થા 125 વર્ષ જુની છે. આ સ્કુલના પહેલા વિદ્યાર્થી યોગનિષ્ઠા શ્રી બુદ્ધિસાગર સુરીશ્વરજી મહારાજ હતા. તેમણે ઓક્ટોમ્બર 1897માં આ સ્કુલની સ્થાપના કરી હતી.
અહી 6 વર્ષ સુધી શિક્ષણ, ભોજન તેમજ રહેવા સહિતની સુવિધા ફીમાં આપવામાં આવે છે
મહેસાણાની આ સ્કુલમાં અભ્યાસ કરતા કોઈ વિદ્યાર્થી પાસેથી ફી લેવામાં આવતી નથી.આ ઉપરાંત અહી 6 વર્ષ સુધી શિક્ષણ, ભોજન તેમજ રહેવા સહિતની સુવિધા ફીમાં આપવામાં આવે છે. અને આ સિવાય અભ્યાસ પુરો થયા પછી તેની યોગ્યતા પ્રમાણે 1 થી 6 લાખ સુધીની રકમ પણ આપવામાં આવે છે. માહિતી પ્રમાણે આ સ્કુલમાં 2850 બાળકો ભણી ચુક્યા છે. મહત્વની વાત એ છે કે અહી તમિલનાડુ, કર્નાટક, મધ્યપ્રદેશ, રાજસ્થાન અને મહારાષ્ટ્રના બાળકો અભ્યાસ કરવા માટે આવે છે.
દર વર્ષે આ સ્કુલમાં 30 લાખ વિદ્યાર્થીઓ એડમિશન મેળવે છે
મળતી માહિતી પ્રમાણે દર વર્ષે આ સ્કુલમાં 30 લાખ વિદ્યાર્થીઓ એડમિશન મેળવે છે. વિદ્યાલયના જણાવ્યા પ્રમાણે સ્કુલમાં અભ્યાસ કરતા કોઈ વિદ્યાર્થી પાસેથી કે તેના માતા પિતા પાસેથી કોઈ ફી લેવામાં આવતી નથી. આ સિવાયસ સ્કુલમા 4 વર્ષનો અભ્યાસ પુરો કરેલ વિદ્યાર્થીને 1 લાખ રુપિયા આપવામાં આવે છે તેમજ 6 વર્ષનો અભ્યાસ પુરો કરનારને 3 લાખ રુપિયા આપવામાં આવે છે. આ સિવાય અહી જૈન સંસ્કૃત સ્કુલ બનાવવાનું કામ ચાલી રહ્યુ છે. જેનો ખર્ચ આશરે 13 કરોડ રુપિયા થવાનો અંદાજ છે.