Get The App

ગુજરાતમાં ફર્સ્ટ ટાઈમ વોટરોની સંખ્યા મામલે આ જિલ્લો પ્રથમ, જાણો કુલ કેટલા મતદારો છે રાજ્યમાં

Updated: Mar 31st, 2024

GS TEAM


Google News
Google News
ગુજરાતમાં ફર્સ્ટ ટાઈમ વોટરોની સંખ્યા મામલે આ જિલ્લો પ્રથમ, જાણો કુલ કેટલા મતદારો છે રાજ્યમાં 1 - image


Lok Sabha Elections 2024: ગુજરાતમાં સાતમી મેએ ત્રીજા તબક્કામાં લોકસભાની ચૂંટણી થવાની છે ત્યારે રાજ્યના કુલ 4.96 કરોડ મતદારો પૈકી 18-19 વર્ષની વયના યુવા એટલે કે પ્રથમવાર મતદાન કરવાનો અધિકાર મળ્યો છે તેવા મતદારોની સંખ્યા 11,75,444 થવા જાય છે, જ્યારે 80 કરતાં વધુ વર્ષના મતદારોની સંખ્યા 1001448 જોવા મળી છે. 100 વર્ષની ઉંમરના લોકો 10 હજાર જેટલા છે.

સૌથી વધુ યુવા મતદારો આ બેઠક પર જોવા મળ્યા

રાજ્યમાં ચૂંટણી મતદાર યાદીના રસપ્રદ આંકડા પ્રમાણે સૌથી વધુ 67504 યુવા મતદારો ઉત્તર ગુજરાતના બનાસકાંઠાં લોકસભા બેઠકમાં જોવા મળ્યા છે. અમદાવાદ ઇસ્ટમાં 35609 અને વેસ્ટમાં 25,257 મતદારો છે. ગાંધીનગરમાં આ સંખ્યા 37,477 થવા જાય છે. બીજી તરફ 80 વર્ષ કરતાં વધુની ઉંમર ધરાવતા સૌથી વધુ 50 હજાર કરતાં વધુ મતદારો મધ્ય ગુજરાતની વડોદરા લોકસભા બેઠકના છે. સુરતમાં આ સંખ્યા માત્ર 24131 જોવા મળે છે. રાજ્યમાં 70 થી 79 વર્ષની વયના મતદારની કુલ સંખ્યા 25,21,642 છે, જ્યારે 60 થી 69 વર્ષની વયના મતદારો 51,14,283 છે. રાજ્યમાં યુવાન કહી શકાય તેવા 20 થી 29 વર્ષની વયના મતદારો 1,03,33,083 થવા જાય છે.

રાજ્યમાં પુરુષ સામે આટલા મહિલા મતદારો

રાજ્યમાં પુરુષ અને મહિલા મતદારોના વિશ્લેષણમાં મહેસાણા બેઠક એવી છે કે જ્યાં 909676 પુરુષ સામે માત્ર 856596 મહિલા મતદારો છે. રાજ્યમાં 2,55,43,670 પુરુષ મતદારો સામે 2,40,76,974 મહિલા મતદારો છે. એટલે કે 14,66,696 મહિલા મતદારો ઓછાં છે. લોકસભાની 26 પૈકી એકપણ બેઠક એવી નથી કે જ્યાં પુરુષ કરતાં મહિલા મતદારો વધારે હોય. 85 વર્ષ કરતાં વધુ મતદારોની સંખ્યા 4,20,925 થાય છે.

ગુજરાતમાં ફર્સ્ટ ટાઈમ વોટરોની સંખ્યા મામલે આ જિલ્લો પ્રથમ, જાણો કુલ કેટલા મતદારો છે રાજ્યમાં 2 - image

Tags :