Gujarat

સેટેલાઈટમાં બીઆરટીએસ બસમાંથી આઈફોન સહિત બે મોબાઈલ ફોનની ચોરી

By GS Team
21 Mar 20221 min read
This article was originally published on 21 Mar 2022
સેટેલાઈટમાં બીઆરટીએસ બસમાંથી આઈફોન સહિત બે મોબાઈલ ફોનની ચોરી

અમદાવાદ, તા. 21 માર્ચ 2022 સોમવાર

સેટેલાઈટ પોલીસ સ્ટેશનમાં રવિવારે બપોરે બીઆરટીએસમાં આસ્ટોડીયાથી નેહરૂનગર રૂટમાં યુવતીની બેગમાંથી આઈફોન સહિત બે મોબાઈલ ફોનની ચોરી થયાની ફરિયાદ નોંધાઈ છે. રૂ.68 હજારની મત્તાના બે મોબાઈલ ફોનની ચોરી અંગે પોલીસે ગુનો નોંધી સીસીટીવી કેમેરાના ફૂટેજ આધારે તપાસ શરૂ કરી છે.

બોપલમાં અમીધારા સોસાયટીમાં રહેતી ધ્રુવી નૈનેશ જોશી રવિવારે બપોરે આસ્ટોડીયાથી બીઆરટીએસ બસમાં બેઠી હતી. ધ્રુવી જોશીની કોલેજ બેગમાં રૂ.50 હજારનો આઈફોન અને રૂ.18 હજારનો એન્ડ્રોઇડ ફોન હતા. નેહરૂનગર બીઆરટીએસ બસ પહોંચતા ધ્રુવી જોશીને ખ્યાલ આવ્યો તેની કોલેજ બેગની ચેઇન ખોલી રૂ.68 કિંમતના બન્ને ફોનની કોઈ અજાણી વ્યક્તિએ ચોરી કરી છે. બનાવ અંગે ધ્રુવી જોશીએ પોલીસને જાણ કરતા સેટેલાઈટ પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.