Gujarat

ઈચ્છાપોરના ફેબ્રિકેશનના કારખાનામાંથી રૂ. 2.24 લાખ લોખંડની ચોરી

By GS Team
14 Feb 20221 min read
This article was originally published on 14 Feb 2022
ઈચ્છાપોરના ફેબ્રિકેશનના કારખાનામાંથી રૂ. 2.24 લાખ લોખંડની ચોરી

- આર.એમ.એસ ઈન્ડસ્ટ્રીઝમાં એલએન્ડટી કંપનીના જોબવર્કનું લોખંડ ચાર ચોર ટેમ્પોમાં ભરીને ભાગી ગયા

(પ્રતિનિધિ દ્વારા) સુરત, સોમવાર

ઈચ્છાપોરના સાયણ ટેક્સટાઇલ પાર્કમાં આવેલા આર.એમ. એસ ઈન્ડસ્ટ્રીઝ નામના ફેબ્રિકેશનના કારખાનામાં ત્રાટકેલા તસ્કરો રૂ. 2.24 લાખનું લોખંડનું મટીરીયલ્સ છોટા હાથી ટેમ્પોમાં ભરીને ભાગી જતા પોલીસ દોડતી થઇ ગઇ છે.

ઈચ્છાપોર સ્થિત સાયણ ટેક્સટાઇલ પાર્કમાં ખાતા નં. પી 6 માં આર.એમ.એસ ઈન્ડસ્ટ્રીઝ નામે ફેબ્રિકેશનનું કારખાનામાં એલએન્ડટી કંપનીનું જોબવર્ક ચાલી રહ્યું છે. એલએન્ડટી કંપની દ્વારા જોબવર્કમાં 40થી 42 ટન લોખંડનું મટીરીયલ્સ ગત જુલાઇ મહિનામાં આપવામાં આવ્યું હતું. આ મટીરીયલ્સમાં કારખાનાના કમ્પાઉન્ડમાં રાખવામાં આવ્યું હતું. પરંતુ બે દિવસ મટીરીયલ્સમાં ઘટાડો થઇ રહ્યો હોવાનું સુપરવાઇઝર અને કારીગરોએ કારખાના માલિક મનિષ રામકુમાર અગ્રવાલ (રહે. ટી 336, આર્શીવાદ પેલે, ઉમા ભવનની સામે, ભટાર ચાર રસ્તા નજીક) ને જાણ કરી હતી. જેથી મનિષે કારખાનાના સીસીટીવી ફૂટેજ ચેક કરતા રાત્રી દરમિયાન ચારથી પાંચ અજાણ્યા છોટા હાથી ટેમ્પોમાં લોખંડનું મટીરીયલ કિંમત રૂ. 2.24 લાખનું ભરીને ચોરી કરતા નજરે પડયા હતા. જેથી મનિષે આ અંગે ઇચ્છાપોર પોલીસમાં ફરીયાદ નોંધાવી હતી.