વડોદરા: અછોડાની જેમ મોબાઈલ લૂંટવાનો દસ દિવસમાં ત્રીજો બનાવ

વડોદરા, તા. 06 ડિસેમ્બર 2021 સોમવાર
વડોદરામાં અછોડાની જેમ મોબાઈલ લૂંટવાનો ભાયલી રોડ પર વધુ એક બનાવ બનતા પોલીસે તપાસ હાથ ધરી છે.
વડોદરામાં ટુ વ્હીલર પર ભરતી ટોળકી દ્વારા મોબાઈલ પર વાતો કરતા લોકોના ફોન લુંટીને ભાગી છૂટવાના બનાવો બની રહ્યા છે. 10 દિવસ પહેલા ભાયલી રોડ ઉપર વોકિંગ માટે નીકળેલા યુવકનો મોબાઈલ લૂંટવાનો બનાવ બન્યો હતો. જ્યારે બીજા દિવસે કારેલીબાગ આમ્રપાલી સોસાયટી નજીક સ્કુટર ચાલક નો મોબાઈલ લૂંટી બાઈક સવાર બે લુંટારૂ ફરાર થઈ ગયા હતા.
ઉપરોક્ત બંને બનાવો નો ભેદ હજુ ઉકેલાયો નથી ત્યાં ભાઈલી રોડ પર વધુ એક મોબાઇલ લૂંટાયો છે. ભાયલી રોડ પર એવરેસ્ટ હાઇટ્સ ખાતે રહેતા અને વડોદરા જિલ્લા પંચાયતમાં ફરજ બજાવતા કિશન વઘાસિયાએ પોલીસને કહ્યું છે કે ગઈ તા 30મીએ રાતે દસ વાગે હે મારા ઘર થી કેનાલ રોડ થઈ બ્રાઈટ સ્કૂલ સુધી ચાલવા ગયો હતો. પરત ફરતી વખતે પ્રકૃતિ ગ્રીન એપાર્ટમેન્ટ પાસે સ્કૂટર ઉપર આવેલા બે યુવકો પૈકી એક જણાએ મારો મોબાઇલ ઝૂંટવી લીધો હતો અને બંને જણા પ્રિયા સિનેમા તરફ ફરાર થઈ ગયા હતા.




