Get The App

વઢવાણના રાયતા મરચાનો સ્વાદ સાત સમંદર પાર પહોચ્યો

Updated: Dec 11th, 2025

GS TEAM

Google News
Google News
વઢવાણના રાયતા મરચાનો સ્વાદ સાત સમંદર પાર પહોચ્યો 1 - image


વઢવાણી મરચા બન્યા વઢવાણી ગૃહિણીઓનું આવકનું સાધન

અન્ય રાજ્યોમાં અને વિદેશમાં પણ રાયતા મરચાની નિકાસ, ૫૦થી વધારે મહિલાઓને મળી રહેલી રોજગારી

સુરેન્દ્રનગર -  સુરેન્દ્રનગર જિલ્લાના વઢવાણ ખાતે આવેલ વર્ધમાન મહિલા ગૃહ ઉધોગ દ્વારા બનાવવામાં આવતા રાયતા મરચાનો સ્વાદ સાત સમંદર પાર વિદેશ સુધી પહોંચ્યો છે સાથે સાથે આ સંસ્થા દ્વારા રાયતા મરચાના ગૃહ ઉધોગ દ્વારા પચાસ થી વધુ મહિલાઓને રોજીરોટી પુરી પાડી સાચા અર્થમાં આત્મનિર્ભર બનાવવામાં આવી છે.

સુરેન્દ્રનગર જિલ્લાના વઢવાણ ખાતે આવેલ વર્ધમાન મહિલા ગૃહ ઉધોગ વર્ષોથી મહિલાઓના ઉત્થાન માટે કાર્યરત છે. આ સંસ્થા દ્વારા વિવિધ ચીજવસ્તુઓના ઉત્પાદન અને વેચાણ થકી અનેક મહિલાઓને પગભર બનાવવાનો પ્રયાસ કરવામાં આવે છે.આ સંસ્થામાં કામકરતી મહિલાઓ દ્વારા શિયાળામાં ખાસ રાયતા મરચા બનાવવામાં આવે છે જે ગુજરાતમાં જ નહીં પરંતુ સમગ્ર ભારતમાં તેમજ વિદેશમાં પણ તેની માંગ છે.વઢવાણ પંથકમાં શિયાળમાં ઉત્પાદન થતાં મરચાની ખુબ માંગ રહે છે ત્યારે આ મહિલાઓ દ્વારા ખાસ પ્રકારની રેસીપી દ્વારા રાયતા મરચા તૈયાર કરવામાં આવે છે જેમાં મીઠું અને હળદર ભરી મરચાને એક  દિવસ રાખવામાં આવે છે જેથી આ રાયતા મરચાનો સ્વાદ અંદાજે ૬ થી ૮ મહિના સુધી સરખો જ રહે છે. મરચાની કિંમત કરતા પાંચ ગણો કુરીયર ચાર્જ ચૂકવીને પણ અમેરીકા, દુબઇ અને કેનેડા જેવા દેશમાં વસતા ગુજરાતીઓ મરચા મંગાવે છે. આ મરચાના ઉધોગ સાથે અંદાજે ૫૦ થી વધુ મહિલાઓ જોડાયેલી છે જે દૈનિક૧૦૦ થી ૧૫૦ કિલો જેટલું ઉત્પાદન અને વેચાણ કરે છે અને શિયાળાની કુલ સિઝન દરમિયાન અંદાજે ૩૫૦૦  કિલો કિલો જેટલા મરચાનું વેચાણ કરે છે જેની આવક થકી મહિલાઓ આથક રીતે આગળ આવી છે રાયતા મરચાના ઉધોગ સાથે સંકળાયેલા મહિલાઓ દૈનિક રૃપિયા ૩૦૦ થી વધુ આવક મેળવે છે.


Tags :