Gujarat
ટેન્કરે બે બાઇકસવારોને અડફેટે લીધા: ટેન્કરનું વ્હિલ ફરી વળતા એકનું મોત
By GS Team
12 Feb 20221 min read
This article was originally published on 12 Feb 2022

વડોદરા તા.12
વડોદરા નજીક રોડ ઉપર અમ્પાડ ગામની સીમમાં પુરપાટ ઝડપે જતા ટેકરે બાઇકને અડફેટમાં લેતા બાઇક સવાર 24 વર્ષનો યુવાન રોડ પર પટકાયો હતો અને ત્યારબાદ ટેન્કરનું વ્હિલ બાઇક સવાર ઉપર ફરી વળતા તેનું ઘટનાસ્થળે કમકમાટીભર્યું મોત નીપજયું હતું માતેલા સાંઢની માફક દોડતા ટેકરે અન્ય એક બાઇકને પણ અડફેટમાં લઇ તેના ચાલકને ઇજા પહોંચાડી હતી મૃતક યુવાનનું નામ સચિન અશોકભાઈ પરમાર તેમજ બોરસદ તાલુકાના કંકાપુરા ગામ નો મૂળ રહીશ હોવાનું જાણવા મળ્યું છે.




