For Real Time Updates and Better ExperienceDownload the app Now!
Download the app Now!

મ્યુનિ.તંત્રમાં રાજીનામાનો માહોલ ગાર્ડન વિભાગના આઠ સહિત એક દિવસમાં ૧૮ કર્મચારીએ નોકરી છોડી

સરકારમા સારુ પોસ્ટીંગ મળતા એક મહિનામા ૩૫થી વધુ કર્મચારીના રાજીનામા આપ્યા

Updated: Nov 20th, 2022

     Article Content Image

  અમદાવાદ, રવિવાર, 20 નવેમ્બર,2022

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના પાર્કસ એન્ડ ગાર્ડન વિભાગમા સહાયક ગાર્ડન સુપરવાઈઝર અને અન્ય વિભાગમા ફીકસ વેતનથી ફરજ બજાવતા દસ સહિત કુલ અઢાર કર્મચારીઓના એક જ દિવસમા રાજીનામા મંજુર કરાયા છે.રાજય સરકારના વિવિધ વિભાગમા સારુ પોસ્ટીંગ મળતા એક મહિનામા ૩૫ થી વધુ મ્યુનિ.કર્મચારીઓએ રાજીનામા ધરી દીધા છે.

મ્યુનિ.ના પાર્કસ એન્ડ ગાર્ડન વિભાગમાં રુપિયા ૧૯,૯૫૦ના ફીકસ પેથી નિમણૂંક પામેલા  સાબરમતી ઉપરાંત લાંભા, ઠકકરબાપાનગર, ઓઢવ, થલતેજ ઉપરાંત વસ્ત્રાલ, બહેરામપુરા-દાણીલીમડા અને જમાલપુર વોર્ડના સહાયક ગાર્ડન સુપરવાઈઝર તરીકે ફરજ બજાવતા કર્મચારીઓની રાજય સરકારમા ગ્રામ સેવક તરીકે નિમણૂંક થવાથી તેમના રાજીનામા મંજુર કરવામા આવ્યા છે.ઉપરાંત મ્યુનિ.ના વેલ્યુએશન,ઓડિટ વિભાગ ઉપરાંત એલ.જી.હોસ્પિટલ તથા હેલ્થ-ઉત્તર-પશ્ચિમ ઝોન, એસ્ટેટ, દક્ષિણ-પશ્ચિમ ઝોન, ટેકસ ઉત્તર ઝોન,ઈજનેર પ્લાનિંગ અને મેટ મેડીકલ કોલેજમા ફરજ બજાવતા  દસ સહાયક જુનિયર કલાર્ક પૈકી આઠ કર્મચારીના રાજીનામા સરકારમા સબ ઓડિટર, જુનિયર ઈજનેર,સીનીયર કલાર્ક,હેડ કલાર્ક તથા ડેપ્યુટી એકાઉન્ટન્ટ અને પેટા હિસાબનીશ તરીકે નિમણૂંક થતા રાજીનામા આપ્યા છે.જયારે બે કર્મચારીએ  અંગત કારણોસર રાજીનામા આપ્યા છે.

Gujarat