ચેક રીટર્ન કેસમાં આરોપીને સજાનો નીચલી કોર્ટનો હુકમ રદ કરાયો

સુરત
રૃા.97 હજારના ચેક રીટર્નના 19 કેસમાં સજાનો કાયદાનો ભૂલ ભરેલો હોવાનો સેશન્સ કોર્ટનો નિર્દેશ
યાર્નના
પેમેન્ટ પેટે રૃા.97 હજારના 19 ચેક રીટર્ન કેસમાં નીચલી કોર્ટે આરોપીને કરેલી
સજાનો વાદગ્રસ્ત હુકમ એડીશ્નલ સેશન્સ જજ વિવેક મપારાએ કાયદાનો ભુલ ભરેલો ગણીને રદ
કરી આરોપીને નિર્દોષ ઠેરવતો હુકમ કર્યો
હતો.
મંગલેશ્વર ટેક્સટાઇલના સંચાલક ચંદ્રપ્રકાશ નારાયણપ્રસાદ અગ્રવાલે જુલાઇ-2007માં રૃા.15.97 લાખનો યાર્નનો જથ્થો 54 ઇન્વોઇસ બીલો સાથે જ્યોતિ ટેક્સટાઇલના આરોપી સંચાલક દિપક નવિનચંદ્ર ઝંખરુલા (રે.આર્શિવાદ રેસીડેન્સી, ન્યુ સીટીલાઈટ રોડ) ને મોકલ્યો હતો. જેના પેમેન્ટ પેટે આપેલા કુલ રૃા 97,536 ના ચેક રીટર્ન થતા કોર્ટ ફરિયાદ કરાતા ટ્રાયલ કોર્ટે આરોપીને તા.9-8-2019 ના રોજ દોઢ વર્ષની સાદી કેદની સજા કરી હતી. જેથી નીચલી કોર્ટે પુરાવાનું યોગ્ય મૂલ્યાંકન કર્યા વિના સજાનો હુકમ કર્યો છે, ઇન્વોઇસ બીલો માલની ડિલીવરીનો પુરાવો નથી. તેમ જણાવીને આરોપીએ નીચલી કોર્ટેનો સજાનો હુકમ રદ કરવા અપીલ કરી હતી.




