Gujarat

ગુણ કૌંભાંડના જવાબદારોને બચાવવાના પ્રયાસનો ગણગણાટ

By GS Team
23 Nov 20211 min read
This article was originally published on 23 Nov 2021
ગુણ કૌંભાંડના જવાબદારોને બચાવવાના પ્રયાસનો ગણગણાટ

પાટણ તા.22

હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવસટીના   પુનઃ મૂલ્યાંકન કૌભાંડનાકો - ઓર્ડીનેટર સહિતના જવાબદારોને બચાવવાના પ્રયોસો કરી મામલાને ગુંચવાડામાં નાખવામાં આવી રહ્યા હોવાનો ગણગણાટ સંભળાઈ રહ્યો છે.

પાટણ હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવસટીમાં ગત વર્ષ ૨૦૧૮ માં સ્મ્મ્જી ના પ્રથમ વર્ષમાં ઉત્તર વહીઓ બદલી ૩ વિદ્યાર્થીઓને પુનઃમૂલ્યાંકનમાં પાસ કરવાનો પર્દાફાશ થયા બાદ ઉચ્ચકક્ષા એ થી પુનઃમૂલ્યાંકનના કો ઓર્ડીનેટર સહિત આ કામગીરી માં રોકાયેલ તમામ  કસુરવારો સામે ૭ દિવસમાં કાર્યવાહી કરવામાં આવે તેવો સરકારે આદેશ કર્યો હતો .પરંતુ સોમવારે કુલપતિને રૃબરૃ મળી પૂછતા તેઓએ જણાવ્યું હતું કે , પૂનઃમૂલ્યાંકનમાં થયેલી ગરબડમાં મારો કોઇ રોલ નથી અને આ કૌભાંડમાં જે પણ કસુરવાર  હશે તેને શોધવાની પ્રક્રિયાઓ શરુ કરવામાં આવી છે. તપાસની  સમય મર્યાદા પૂર્ણ થતાં વધુ સમયની  માંગ કરવામાં આવી હોવાનું તમણે જણાવ્યું હતું.