રત્નકલાકારોમાં વધતા કેસો ધન્વંતરી રથને કારણે સ્થિર થયા
કેટલાક વિસ્તારમાં કેસો ઘટયાઃ ૧૨૦ ધન્વંતરી રથોની OPD માં રોજ ૨૫,૦૦૦ લોકો ચકાસણી કરાવે છેઃ મ્યુન. કમિશ્નર
સુરત,તા. 15 જુલાઇ, 2020,બુધવાર
સુરત શહેરમાં ધન્વતરિ રથના કારણે સુરત શહેરના કતારગામમાં રત્નકલાકારોમાં જે કોરોનાના કેસો વધી રહ્યા હતા. તે હવે સ્થિર થયા છે. તો કેટલાક વિસ્તારમાં ઓછા થઇ રહ્યા છે.
જિલ્લા સેવાસદન ખાતે પત્રકારો સાથે વાતચીતમાં સુરત મહાનગર પાલિકા કમિશ્નર બન્છાનિધી પાનીએ જણાવ્યુ હતુ કે, શહેરમાં ૧૨૦ ઘન્વંતરી રથો દ્વારા પ્રાથમિક સારવારની કામગીરી સઘન રીતે ચાલી રહી છે. રથોની ઓપીડીમાં દરરોજ ૨૫,૦૦૦ લોકો નિદાન, સારવાર, આરોગ્યની ચકાસણી કરાવી રહ્યા છે. એક રથ દીઠ મહત્તમ ૩૦૦ જેટલા લોકોેને દવા, સારવાર અપાઇ રહી છે. આજદિન સુધીમાં ૨૦૭૬ ટીમ દ્વારા ૩.૨૧ લાખ ઘરોનું ડોર ટુ ડોર સર્વલન્સ કરી ૧૦ લાખથી વધુ લોકોની ચકાસણી કરી છે.
તેમણે વધુમાં જણાવ્યુ કે આ રથનો ફાયદો એ થયો છે કે રત્નકલાકારોમાં પોઝીટીવ કેસો જે વધી રહ્યા હતા તે હવે સ્થિર થઇ રહ્યા છે. સાથે જ કેટલાક વિસ્તારોમાં કોરોનાના કેસો ઘટી રહ્યા છે.