Get The App

વેપારીએ ગીરવે મુકેલો ફ્લેટ ફાઇનાન્સર, બે નોટરી સહિત 8 લોકોએ પચાવી પાડયો

જહાંગીરપુરાના વેપારીએ ફ્લેટ પર લોન લીધી તે ફ્લેટનો બોગસ દસ્તાવેજ બનાવી તેના પર રૃા.25 લાખની લોન પણ લઇ લીધી

કિચનવેરના ધંધાર્થીને ફ્લેટ પર લોન લેવડાવ્યા બાદ પૈસાની ગોઠવણના નામે ભેરવી દીધાઃ ફ્લેટના દસ્તાવેજ વેળા પણ બોગસ વ્યક્તિ ઉભી કરી

Updated: Aug 1st, 2020

GS TEAM

Google News
Google News

સુરત,તા.1 ઓગષ્ટ 2020,શનિવાર

સુરતના જહાંગીરપુરામાં રહેતા અને ભટાર ચાર રસ્તા ખાતે મોડયુલર કિચનનું કામ કરતા જહાંગીરપુરાના આધેડ વેપારીએ ફાઈનાન્સની સામે ગીરવે મુકેલો ફ્લેટ ફાઇનાન્સર, બે નોટરી સહિત 8 વ્યક્તિએ મળીને પચાવી પાડયો હતો. તેમજ તે ફ્લેટનો બોગસ દસ્તાવેજ તૈયાર કરીને રૃા.25 લાખની લોન પણ લઇ લીધી હતી.

પોલીસ સૂત્રો દ્વારા પ્રાપ્ત થતી વિગતો મુજબ જહાંગીરપુરા દેવઆશિષ સોસાયટીમાં રહેતા 49 વર્ષીય કૌશિકભાઇ વિનોદરાય દેસાઇ ભટારરોડ પર કંચનંજંઘા એપાર્ટમેન્ટમાં કીચન ગેલેરીના નામે વ્યવસાય કરે છે. ધંધામાં પૈસાની જરુર પડતા દુકાના આવતા ઇન્ટીરીયલ ડિઝાઇનર હનીયબેનના પિતા કીરીટભાઇ મારફત જાન્યુઆરી-2019 માં મિલાપ અરવિંદભાઇ ધકાણ (રહે. એ/1204, નક્ષત્ર સોલીટર, પાલનપુર કેનાલ રોડ, સુરત) પાસેથી રૃ.4 લાખ વ્યાજે લીધા હતા. અને અડાજણમાં વીરવીલા એપાર્ટમેન્ટમાં પત્ની શીતલબેનના નામનો ફ્લેટ ગીરવે મુકી દસ્તાવેજ, આધારકાર્ડ, પાનકાર્ડ અને ફોટા આપ્યા હતા. આ ફ્લેટ પર લોન કરાવી દસ્તાવેજ તૈયાર કરવા મિલાપ અને કિરીટે રૃા.2 લાખ પણ લીધા હતા.

ત્યારબાદ લોન માટે પ્રાઇમ બેંકની પાલનપુર પાટીયા શાખામાં શીતલબેનનું ખાતું ખોલાવી ચાર કોરા ચેક લઇ રૃા.25 લાખની લોન આવે તે પોતાના ખાતામાં ટ્રાન્સફર કરી ઉપાડીને તેમાંથી રૃા.15 લાખ આપીશ તેમ મિલાપે કહ્યુ ંહતું. પણ લોન જમા થતા કૌશિકભાઇએ રૃા.15 લાખ પોતાના ફિટનેશ ઇક્વીપમેન્ટના એકાઉન્ટમાં અને રૃા.10 લાખ પોતાના એકાઉન્ટમાં ટ્રાન્સફર કરતા વિવાદ થયો હતો. કિરીટ અને મિલાપે તેમને દમદાટી આપીને રૃા.4.35 લાખ જૈનીશ નામક વ્યક્તિના એકાઉન્ટમાં ટ્રાન્સફર કરાવ્યા હતા.  બાદમાં વીરવીલા એપાર્ટમેન્ટના ફ્લેટ ઉપર લોન થઇ શકે તેમ નથી તેમ કહી તમે જે મકાનમાં રહો છો તે પ્લોટ પર રૃા.25 લાખની લોન લઇ તે રકમમાંથી ગોઠવણ કરવાને બહાને કૌશિકભાઇને મિલાપે ભેરવી દીધા હતા.

તેમાં પણ વિખવાદ થયો અને ખબર પડી કે મિલાપ અને મળતીયાઓએ ફ્લેટ પચાવી પાડયો છે. સબરજીસ્ટ્રાર કચેરીમાં કૌશિકભાઇની જગ્યાએ સોમીલ નામક વ્યક્તિને ઉભો કરી ફ્લેટનો વેચાણ દસ્તાવેજ જેના એકઉન્ટમાંથી શરૃઆતમાં રૃ.4 લાખ વ્યાજે આપ્યા હતા તે બે ભાઈઓ પ્રતિક-વિક્કી રાજેશભાઈ ઠક્કર (બંને રહે. બીજો માળ, ઠક્કર ડેરીની ઉપર, સોની ફળીયા, ગોપીપુરા,સુરત) ના નામે બનાવી અપાયો હતો. જેમાં સાક્ષીમાં જીગ્રેશ નરેન્દ્ર જરીવાલા (રહે. એચ/401, સુત્રાલી એપાર્ટમેન્ટ, એમ.વી. સર્કલ નજીક, જહાંગીરપુરા) અને નિરવ છોટુ લોઢીયા (રહે, આઇ/104, સિધ્ધી વિનાયક પાર્ક, પાલનપુર જકાતનાકા, અડાજણ) રહ્યા હતા. જયારે નોટરી કિન્નરીબેન પ્રવિણચંદ્ર લેખડીયા (રહે. ફલેટ નં.204, આનંદમહેલ એપાર્ટમેન્ટ વિભાગ-02, આનંદમહેલ રોડ, અડાજણ) અને મહેન્દ્રકુમાર ઈશ્વરલાલ ભગત (રહે. ફલેટ નં.06, શંકુતલા એપાર્ટમેન્ટ, પોપટ મહોલ્લો, નાનપુરા, સુરત) પાસે કરાવી હતી. આ ઉપરાંત મિલાપ ધકાણ અને મળતીયાઓએ ફ્લેટ મોર્ગેજ કરી તેના ઉપર રૃ.25 લાખની લોન પણ લીધી હતી. આ અંગે કૌશિકભાઈએ ગતરોજ તમામ વિરુદ્ધ અડાજણ પોલીસ મથકમાં કરેલી અરજીના આધારે પોલીસે છેતરપિંડીનો ગુનો નોંધ્યો હતો. 

Tags :