Get The App

નવા સત્રથી શહેરમાં અંગ્રેજી માધ્યમની સૌપ્રથમ સરકારી હાઇસ્કૂલ શરૂ થશે

Updated: May 17th, 2025

GS TEAM

Google News
Google News
નવા સત્રથી શહેરમાં અંગ્રેજી માધ્યમની સૌપ્રથમ સરકારી હાઇસ્કૂલ શરૂ થશે 1 - image


- સરકારી માજીરાજ હાઈસ્કૂલમાં શાળા શરૂ કરવા તંત્રની ક્વાયત 

- માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક વિભાગમાં 32 શિક્ષણ સહાયક સહિત 48 નું વહિવટી મહેકમ મંજૂર કરાયું :  જરૂરિયાતમંદ વિદ્યાર્થીઓને મળશે લાભ 

ભાવનગર : રાજ્યની અન્ય સાત મહાનગરપાલિકાની સાથોસાથ ભાવનગર શહેરમાં પણ આગામી નવા શૈક્ષણિક સત્રથી સળંગ એકમ સાથે અંગ્રેજી માધ્યમની નવી સરકારી માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળા શરૂ થશે. શહેરની માજીરાજ ગર્લ્સ હાઈસ્કૂલમાં શરૂ થનારી આ શાળા ભાવનગર જિલ્લાકક્ષાની સૌપ્રથમ અંગ્રેજી માધ્યમની સરકારી હાઈસ્કૂલ હશે. તંત્રએ શાળા શરૂ કરવા ક્વાયત આદરી છે. 

મળતી વિગતો મુજબ રાજ્યની કમિશનર શાળાઓની કચેરી દ્વારા અમદાવાદ, ગાંધીનગર, સુરત, વડોદરા, જામનગર, રાજકોટ, જૂનાગઢ સહિત ભાવનગર એમ આઠ મહાનગરપાલિકા વિસ્તારમાં માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓ સળંગ એકમ શરૂ કરવાનો પરિપત્ર કરાયો છે. જેમાં માધ્યમિક વિભાગમાં ૧૬ શિક્ષણ સહાયક, ૮ વહિવટી સહાયક, ૮ પટ્ટાવાળા, તો ઉચ્ચતર માધ્યમિક વિભાગમાં ૧૬ શિક્ષણ સહાયક મળી કુલ ૪૮ સંવર્ગની ભરતી સાથે રૂા.૨.૧૫ કરોડનું નાણાંકીય ભંડોળ પણ મંજૂર કરવામાં આવ્યું છે. જો કે,આ ભરતી માટેની શરતો અને નિયમો પણ બનાવવામાં આવ્યા છે જે માટે પોષક વિસ્તારોને ધ્યાને લઇ ભૌતિક સુવિધાઓ અને વધુમાં વધુ જરૂરિયાતમંદ વિદ્યાર્થીઓ મળી રહે તેવું સ્થળ નક્કી કરી વડી કચેરીને રજૂ કરવા જણાવવામાં આવ્યું છે.આ સૂચનાના પગલે ભાવનગર શહેર કક્ષાએ હાલ નવું બિલ્ડીંગ ન ફાળવાય ત્યાં સુધી હંગામી ધોરણે સરકારી માજીરાજ હાઇસ્કૂલમાં અંગ્રેજી માધ્યમની સરકારી હાઈસ્કૂલ શાળા શરૂ થાય તેવા જિલ્લાશિક્ષણાધિકારી કચેરીએ પ્રયત્નો હાથધર્યા છે. વડી કચેરીની સૂચના મુજબ સંભવતઃ ભરતી પ્રક્રિયા ન થાય ત્યાં સુધી આઉટ સોર્સથી વિઝીટર કે કામગીરીથી પણ નવા સત્રથી શાળા શરૂ કરાય તેવી શક્યતા નકારી શકાતી નથી. આમ ભાવનગર શહેરના જરૂરિયાતમંદ વિદ્યાર્થીઓને નવી સરકારી અંગ્રેજી શાળાનો પણ  આગામી દિવસોમાં લાભ મળશે.

Tags :