Gujarat

કરોડનું બજેટ ધરાવતી શિક્ષણ સમિતિ ની શાળામાં કોમ્પ્યુટર ઓપરેટર કમ ક્લાર્ક નથી

By GS Team
28 Dec 20211 min read
This article was originally published on 28 Dec 2021
કરોડનું બજેટ ધરાવતી શિક્ષણ સમિતિ ની શાળામાં કોમ્પ્યુટર ઓપરેટર કમ ક્લાર્ક નથી

- ક્લાર્ક ન હોવાથી ત્યાં ની કામગીરી શિક્ષકો અને આચાર્ય કરતા શિક્ષણ પર માઠી અસર

પ્રતિનિધિ દ્વારા સુરત મંગળવાર

સુરત મહાનગરપાલિકા સંચાલિત નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ 6૦૦ કરોડનું બજેટ ધરાવતી હોવા છતાં સમિતિ શાળાઓમાં ક્લાર્ક કમ કોમ્પ્યુટર ઓપરેટર નો અભાવ છે. ક્લાર્ક ની કામગીરી શિક્ષક અને આચાર્ય કરતા હોવાથી સમિતિના વિદ્યાર્થીઓના શિક્ષણ પર માઠી અસર પડી રહી છે.

સુરત નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના નવા શાસકોમાં અનુભવની અછત અને નિર્ણયશક્તિ ન હોવાને કારણે સમિતિની શાળા અને કચેરીમાં ક્લાર્ક કમ કોમ્પ્યુટર ઓપરેટર ની ભરતી થઈ શકી નથી.

શિક્ષણ સમિતિની શાળાઓમાં ક્લાર્ક ન હોવાને કારણે આચાર્ય અને શિક્ષકો દ્વારા ઓન લાઇન હાજરી, માસિક પત્રક, સહિતની કામગીરી શિક્ષણના ભોગે કરવી પડી રહી છે. સમિતિની શાળામાં ક્લાર્ક કમ ઓપરેટરના કોન્ટ્રાક્ટ આપવામાં આવે છે. પરંતુ છેલ્લા ઘણા વખતથી આ કોન્ટ્રાક્ટ અપાયા ન હોવાથી કામગીરી અટકી પડી છે. જેના કારણે શિક્ષણ આપવાને બદલે આચાર્ય અને શિક્ષકો આ કામગીરી કરી રહ્યા છે.