Get The App

રાજ્ય સરકારના કર્મીઓ-પેન્શનર્સને મળતા મોંઘવારી ભથ્થામાં વધારો કરાયો

Updated: Aug 15th, 2022

GS TEAM


Google News
Google News
રાજ્ય સરકારના કર્મીઓ-પેન્શનર્સને મળતા મોંઘવારી ભથ્થામાં વધારો કરાયો 1 - image


- આ વધારાનો લાભ 7મા પગારપંચનો લાભ મેળવતા કર્મચારીઓને જ મળવાપાત્ર થશે

- મોંઘવારી ભથ્થામાં જાહેર કરાયેલો વધારો તા. 01 જાન્યુઆરી 2022થી અમલી ગણાશે

ગાંધીનગર, તા. 15 ઓગષ્ટ 2022, સોમવાર 

રાજ્યના સરકારી કર્મચારીઓને સ્વતંત્રતા દિવસના પર્વ પર એક મોટી ભેટ મળી છે. ગુજરાત સરકારે રાજ્યના સરકારી કર્મચારીઓ અને પેન્શનર્સના મોંઘવારી ભથ્થામાં કેન્દ્ર સરકારના ધોરણો અનુસાર 3 ટકાનો વધારો કરવાનો નિર્ણય લીધો છે. 

જાહેર કરવામાં આવેલો આ નવો વધારો તારીખ 01 જાન્યુઆરી 2022થી અમલી ગણાશે. આમ 7 મહિનાના એરિયર્સની જે રકમ બાકી રહી તેને 3 હપ્તામાં ચુકવવામાં આવશે. 

જોકે આ વધારાનો લાભ જે કર્મચારીઓને સાતમા પગારપંચનો લાભ આપવામાં આવેલો છે તેમને જ મળવાપાત્ર ગણાશે. 

આ પણ વાંચોઃ અરવલ્લી ખાતે મુખ્યમંત્રીએ NFSA કાર્ડધારકોને લાભ સહિતની અનેક જાહેરાતો કરી

કોને મળશે લાભ

રાજ્ય સરકારના આ નિર્ણયથી રાજ્ય સરકારના, પંચાયત સેવાના તથા રાજ્ય સરકારના અન્ય કર્મચારીઓ-પેન્શનર્સ મળીને આશરે 9.38 લાખ લોકોને મોંઘવારી ભથ્થામાં કરવામાં આવેલા વધારાનો આ લાભ મળશે. 

7 મહિનાના તફાવતની રકમ ક્યારે અપાશે

મોંઘવારી ભથ્થામાં જાહેર કરવામાં આવેલો વધારો તા. પહેલી જાન્યુઆરી 2022થી અમલી ગણાશે. આ કારણે 7 મહિનાના તફાવતની રકમ 3 હપ્તામાં ચુકવી આપવામાં આવશે. તેમાં પ્રથમ હપ્તો ઓગષ્ટ 2022ના, બીજો હપ્તો સપ્ટેમ્બર 2022ના અને ત્રીજો હપ્તો ઓક્ટોબર 2022ના પગાર સાથે ચુકવવામાં આવશે. 

1,400 કરોડનું ભારણ વધ્યું

મોંઘવારી ભથ્થામાં જાહેર કરવામાં આવેલા આ વધારાના કારણે રાજ્ય સરકાર પર વાર્ષિક આશરે 1,400 કરોડ રૂપિયાનું ભારણ વધશે. 

Tags :