Gujarat
અમદાવાદ બ્લાસ્ટ કેસ : UAPA કાયદા હેઠળ એકસાથે સંખ્યાબંધ આરોપીઓને ફાંસી સંભાળવવાનો દેશનો સૌપ્રથમ કેસ
By GS Team
18 Feb 20221 min read
This article was originally published on 18 Feb 2022

અમદાવાદ, તા. 18 ફેબ્રુઆરી 2022 શુક્રવાર
અમદાવાદની સેશન્સ કોર્ટે અમદાવાદ બ્લાસ્ટ કેસમાં આજે ઐતિહાસિક ચુકાદો સંભળાવ્યો છે. કોર્ટે 49 દોષિતોમાંથી 38 દોષિતોને ફાંસીની સજા સંભળાવાઈ છે.
આ સિવાયના 11 દોષિતોને આજીવન કારાવાસ પણ ભોગવવો પડશે.
અહેવાલ અનુસાર કોર્ટે ઈન્ડિય પીનલ કોડની કલમ 302 અને UAPA એક્ટ હેઠળ આ આકરી સજા સંભળાવી છે.
UAPAની કલમ 20 હેઠળ આજીવન કેદ, 38 આરોપીઓને ફાંસીની સજા, 11 આરોપીઓ જીવે ત્યાં સુધી આજીવન કેદ, એક્સપ્લોઝીવ સબસ્ટન્સ એક્ટ હેઠળ 1 વર્ષની સજા.




