ડાયાબિટીઝ, પ્રેશરની બીમારી છતા 61 વર્ષના વૃધ્ધે પાંચ દિવસમાં કોરોનાને માત આપી
ડોક્ટરોને દર્દીઓની સારવાર માટે સતત વ્યસ્ત જોઈને કોરોના સામે જંગ જીતવાની પ્રેરણા મળી ઃ વસંતભાઇ ચૌધરી
સુરત તા.20.જુલાઇ.2020 સોમવાર
.પરવત ગામના ડાયાબિટીસ અને પ્રેશરની બિમારી ધરાવતા 61 વર્ષીય વૃધ્ધને કોરોનાનું સંક્રમણ થતાં પરિવાર ચિંતામાં હતો. પણ વૃદ્ધે માત્ર પાંચ જ દિવસમાં કોરોનાને મ્હાત આપતા પરિવારમાં ખુશી ફેલાઇ હતી.
મુળ સુરત જિલ્લાના માંડવીના વતની અને હાલ પરવત ગામના વિકાસનગર સોસાયટીમાં રહેતાં 61 વર્ષીય વસંતભાઈ ચૌધરી પાંચથી છ દિવસ પહેલા કોરોનામાં સપડાતા સારવાર માટે નવી સિવિલ હોસ્પિટલમાં દાખલ કર્યા હતા. તેમણે જણાવ્યું કે, 'ડોક્ટરોને દર્દીઓની સારવાર માટે સતત વ્યસ્ત જોઈને કોરોના સામે જંગ જીતવાની પ્રેરણા મળી હતી. મને નવી સિવિલમાં વિનામુલ્યે સારવાર મળી હતી. મારા કરતા પણ વધારે ખુશી પરિવારને છે. કારણ કે સુગર, બ્લડ પ્રેશર જેવી કોમોબડ બિમારી ધરાવતા લોકો માટે કોરોના જીવલેણ સાબિત થઇ રહ્યો છે. આવા સંજોગોમાં કોરોનાને મ્હાત આપી ઘરે પરત ફરતા ચૌધરી પરિવારમાં આનંદનો પાર નથી.
સિવિલની સારવારની સરાહના કરતાં તેમણે કહ્યું કે, 'ઘર પરિવારની જેમ જ ડોકટરો અને નસગ સ્ટાફ દર્દીઓની સારસંભાળ રાખે છે. સમયસર જમવાનું,ગરમ પાણી સહિતનું પણ ધ્યાન આપવામાં આવ્યુ હતુ. મને ડાયાબીટીસ અને બ્લડ પ્રેશરની બિમારી છે. સાથે ઉંમર પણ ૬૧ વર્ષ થઇ ગઇ હોવાથી ઘણા કિસ્સાઓમાં મૃત્યુ કરતા તેનો ડર વધુ ઘાતક હોય છે. પણ જેઓ હિંમતથી આ મહામારીનો સામનો કરે એ મુકત થાય છે. પુરતી કાળજી અને સરકારની વખતોવખતની સૂચનાઓ ધ્યાને ન લેનારને કોરોના થઇ શકે છે. સિવિલ-સરકારી તબીબો પોતાની રાત-દિવસની કાળજીપુર્વકની સારવાર જરૃર કરતાં હોય છે. બસ વિશ્વાસ જરૃરી છે. આશા ન હતી કે હું જલ્દી સ્વસ્થ થઈને ઘરે પરત આવીશ. ડોક્ટોરોએ મને જ નહી મારા જેવા અનેક દર્દીઓની રાત દિવસ સેવા સારવાર કરીને સ્વસ્થ કર્યા છે.
.