FOLLOW US

ઠાકોર સમાજે 11 મુદ્દે પ્રતિજ્ઞા લીધી, લગ્ન પ્રસંગમાં મર્યાદિત લોકોએ જવું, ડીજે ઉપર પ્રતિબંધ

ગામડેથી અભ્યાસ અર્થે જતી દીકરીઓને અપડાઉન માટે ખાસ વ્યવસ્થા કરવી

ઠાકોર સમાજના સુધારા માટે 11 મુદ્દાઓ પર સમાજના આગેવાનોએ પ્રતિજ્ઞા લેવડાવી

Updated: Feb 20th, 2023



ભાભર, 20 ફેબ્રુઆરી 2023 સોમવાર

સમાજના રીતરિવાજો અને પરંપરાઓને લઈને અનેક પ્રકારના ખર્ચાઓ સામે લોકો તૂટી જતા હોય છે. ત્યારે ઉત્તર ગુજરાતમાં સમાજ સુધારણા માટે ઠાકોર સમાજે અનોખી પહેલ કરી છે. બનાસકાંઠાના ભાભર તાલુકામાં સંતશ્રી સદારામ બાપાની મૂર્તિના પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવમાં સમાજના વિવિધ રિવાજો સામે કેટલાક નિર્ણયો લેવામાં આવ્યા હતાં. સમાજના આગેવાનોએ 11 મુદ્દાઓ પર સમાજના નાગરીકોને પ્રતિજ્ઞા લેવડાવી હતી. 

સમાજમાંથી કુરિવાજો દૂર કરવા પ્રતિજ્ઞા લીધી
બનાસકાંઠાના ભાભર તાલુકાના લુણસેલ ખાતે ઠાકોર સમાજના સુધારા માટે 11 મુદ્દાઓ પર સમાજના આગેવાનોએ પ્રતિજ્ઞા લેવડાવી હતી. જેમાં લગ્ન પ્રસંગમાં DJ તથા સગાઈ અને લગ્નમાં મર્યાદિત લોકોએ જવાનો નિર્ણય લીધો છે. તે ઉપરાંત સમાજમાં મોબાઈલને લીધે વધી રહેલી બદીઓને રોકવા માટે દીકરીઓને મોબાઈલથી દૂર રહેવા અપીલ કરવામાં આવી હતી. તે ઉપરાંત સમાજના અગ્રણીઓએ સમાજમાંથી કુરિવાજો દૂર કરવા પ્રતિજ્ઞા લીધી હતી.

આ મુદ્દાઓ પર પ્રતિજ્ઞા લેવડાવવામાં આવી

  1. લગ્ન પ્રસંગોમાં ડીજે ઉપર  પ્રતિબંધ
  2. ઓઢામણુ રોકડમાં આપવું,બોલામણું પ્રથા સદંતર બંધ
  3. લગ્ન પ્રસંગમાં દીકરીઓને જીવન જરૂરી અને મર્યાદિત પુરત આપવી
  4. સગાઈ અને લગ્નમાં 11 લોકોએ જ જવું
  5. દરેક ગામ દીઠ સમૂહ લગ્નનું આયોજન કરવું
  6. કુળ વાઇઝ સમૂહ લગ્નનું આયોજન કરવું
  7. સગાઈ સગપણના તોડ પ્રથામાં દંડ શિક્ષણ અને સામાજિક કાર્યમાં વાપરવો
  8. કુંવારી દીકરીઓને મોબાઈલથી દૂર રાખવી
  9. વ્યસન મુક્તિ માટે અભિયાન ચલાવવું
  10. ગામડેથી અભ્યાસ અર્થે જતી દીકરીઓને અપડાઉન માટે ખાસ વ્યવસ્થા કરવી
Gujarat
News
News
News
Magazines