Get The App

TET-2નું પરિણામ જાહેર, બોર્ડની સત્તાવાર વેબસાઈટ પરથી જાણી શકાશે, 37450 ઉમેદવારો પાસ થયા

રાજ્યમાં TET-2ની પરીક્ષા 6 વર્ષ બાદ 23મી એપ્રિલના રોજ યોજાઈ હતી

રાજ્યના 8 મહાનગરોમાં કુલ 900થી વધુ કેન્દ્રો પર પરીક્ષા લેવામાં આવી હતી

Updated: Jun 15th, 2023

GS TEAM

Google News
Google News
TET-2નું પરિણામ જાહેર, બોર્ડની સત્તાવાર વેબસાઈટ પરથી જાણી શકાશે, 37450 ઉમેદવારો પાસ થયા 1 - image
Image : pixabay

ગુજરાતમાં TET-2ના પરિણામ અંગે મહત્વના સમાચાર મળી રહ્યા છે. રાજ્ય પરીક્ષા બોર્ડ દ્વારા શિક્ષક અભિરુચિ કસોટી TET-2ની પરીક્ષાનું પરિણામ આજે જાહેર કરવામાં આવ્યુ છે. રાજ્યના શિક્ષણ મંત્રીએ ટ્વિટ કરીને પરિણામની માહિતી આપી હતી. પરિણામ બોર્ડની સત્તાવાર વેબસાઈટ પર જોઈ શકાશે.

 TET-2ની પરીક્ષા 23 એપ્રિલે લેવાઈ હતી

રાજ્ય પરીક્ષા બોર્ડ દ્વારા ઉચ્ચ પ્રાથમિક શાળામાં ધોરણ-6 થી 8માં વિદ્યાસહાયક તરીકે નિમણૂંક મેળવવા માટે જરૂરી એવી શિક્ષક અભિરૂચિ કસોટી TET-2ની પરીક્ષા તારીખ 23 એપ્રિલના રોજ લેવાઈ હતી જેનું પરિણામ આજે જાહેર કરવામાં આવ્યુ છે. ઉમેદવારો TET-2નું પરિણામ રાજ્ય પરીક્ષા બોર્ડની સત્તાવાર વેબસાઈટ sebexam.org પરથી જોઈ શકાશે. TET-2ની પરીક્ષા કુલ 2,37,700 ઉમેદવારોએ આપી હતી, જેમાથી 15.76 ટકા એટલે કે 37,450 ઉમેદવારો પાસ થયા છે.  

રાજ્યમાં 900થી વધુ કેન્દ્રો પર પરીક્ષા યોજાઈ હતી

રાજ્યના 8 મહાનગરોમાં કુલ 900થી વધુ કેન્દ્રો પર પરીક્ષા લેવામાં આવી હતી. TET-2ની પરીક્ષામાં 2,65 હજાર 791 ઉમેદવારો ગુજરાતી માધ્યમના, 6 હજાર 113 ઉમેદવારો અંગ્રેજી માધ્યમના અને 4 હજાર 162 ઉમેદવારો હિન્દી માધ્યમના હતા. રાજ્યમાં એક તરફ અંગ્રેજી માધ્યમની સ્કુલો વધી રહી છે ત્યારે ગુજરાતી માધ્યમમાં શિક્ષક બનવા ઉમેદવારની સંખ્યામાં વધારો થયો છે. કુલ ઉમેદવારમાંથી અંદાજે 96 ટકા ગુજરાતી માધ્યમમાં શિક્ષક બનવા માટે પરીક્ષા આપી હતી. રાજ્યમાં TET-2ની પરીક્ષા 6 વર્ષ બાદ યોજાઈ હતી. આ પહેલા છેલ્લે વર્ષ 2017-18માં TETની પરીક્ષા લેવામાં આવી હતી. રાજ્યમાં ધોરણ 6થી 8માં શિક્ષક બનવા માટે TET-2ની પરીક્ષા પાસ કરવી ફરજિયાત છે.

Tags :