Get The App

વેકેશન પડી જશે પણ શિક્ષકના માથેથી ભારણ ઘટતું નથી : સુરત સમિતિના શિક્ષકોએ 4 મેના રોજ યોગ શિબિરમાં હાજર રહેવા સૂચના

Updated: May 2nd, 2025

GS TEAM


Google News
Google News
વેકેશન પડી જશે પણ શિક્ષકના માથેથી ભારણ ઘટતું નથી : સુરત સમિતિના શિક્ષકોએ 4 મેના રોજ યોગ શિબિરમાં હાજર રહેવા સૂચના 1 - image


Surat : સુરત પાલિકા સંચાલિત નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના શિક્ષકો બિન શૈક્ષણિક કામગીરી હેઠળ દબાઈ રહ્યા છે. શૈક્ષણિક સત્ર બાદ હવે વેકેશન પડી રહ્યું છે ત્યારે પણ શિક્ષકોને સરકાર અભિયાનમાં જોડી દેવામાં આવ્યા છે. આગામી 4 મે ના રોજ ગુજરાત સરકારના સ્વસ્થ ગુજરાત અને મેદસ્વિતા મુક્ત ગુજરાત અભિયાન હેઠળ ક્લસ્ટર દીઠ 25 શિક્ષકોએ હાજર રહેવા માટે તાકીદ કરવામાં આવી છે જેના કારણે શિક્ષકોમાં નારાજગી જોવા મળી રહી છે. 

વેકેશન પડી જશે પણ શિક્ષકના માથેથી ભારણ ઘટતું નથી : સુરત સમિતિના શિક્ષકોએ 4 મેના રોજ યોગ શિબિરમાં હાજર રહેવા સૂચના 2 - image

સુરત નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની શાળામાં શિક્ષકોને બિન શૈક્ષણિક કામગીરી એક બાદ એક સોંપવામા આવી રહી છે તેના કારણે વિદ્યાર્થીઓના શિક્ષણ પર માઠી અસર પડી રહી છે. શિક્ષકોને શિક્ષણ સિવાયની કામગીરી સોંપવામાં આવી રહી છે. હાલમાં પરીક્ષા પુરી થઈ છે અને પરિણામ માટે તૈયારી થઈ રહી છે અનેક શાળામાં પરિણામ આપી દેવામા આવ્યું છે અને વેકેશનની તૈયારીઓ થઈ રહી છે. ત્યારે રાજ્ય સરકારની કામગીરી માટે આવેલો પરિપત્ર શિક્ષકોમાં ચર્ચાનો વિષય બન્યો છે. 

આગામી 4 મેના રોજ ગુજરાત રાજ્ય યોગ બોર્ડ દ્વારા સ્વસ્થ ગુજરાત અને મેદસ્વિતા મુક્ત ગુજરાત અભિયાન હેઠળ સુરતમાં એક કાર્યક્રમ રાખવામાં આવ્યો છે. સુરતની ડી.આર.બી કોલેજ, સી.બી.પટેલ સ્પોર્ટ્સ કોમ્પલેક્ષ ભરથાણા વેસુ ખાતે 4 મેના રોજ સવારે 5.30 વાગ્યાથી 7.30 વાગ્યા સુધી યોગ શિબિરનું આયોજન કરવામાં આવ્યું છે. જેનો લાભ મોટા પ્રમાણમાં શિક્ષકો અને વિદ્યાર્થીઓ મેળવે તે માટે ક્લસ્ટર દીઠ 25 શિક્ષકોને હાજર રાખવા સુચના આપવામાં આવી છે.  કાર્યક્રમ અંતર્ગત હાજર રહેનાર કર્મચારીશ્રીઓને નિયમોનુસાર વળતર રજા આપવામાં આવશે તેવી પણ સૂચના આપવામાં આવી છે જોકે વેકેશન જાહેર હોવાથી શિક્ષકોને આ કામગીરીમાં જોડાયા નારાજગી જોવા મળી રહી છે.

Tags :