તાપીમાં વીજકરંટથી માતા-પુત્રીનું મોતઃ કપડાં સૂકવવા જતાં સર્જાઈ દુર્ઘટના, પરિવાર શોકમાં ડૂબ્યો
Image: AI |
Tapi Mother-Daughter Died Due to Electric Shock: ગુજરાતના તાપીમાંથી ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. જ્યાં માતા-પુત્રીનું વીજ કરંટના કારણે મોત નિપજ્યું છે. કપડા સૂકવતી વખતે વીજકરંટ લાગી જવાથી મોત નિપજ્યું હોવાનું સામે આવ્યું છે. માતા-પુત્રીના મોતથી પરિવાર અને ગ્રામજનોમાં શોકનો માહોલ છે.
શું હતી ઘટના?
તાપીના વ્યારામાં જેસીંગપુરા ગામમાં કપડા સૂકવતી વખતે કરંટ લાગવાથી માતા-પુત્રીનું મોત નિપજ્યું છે. મળતી માહિતી મુજબ, કપડાં સૂકવવાની પાઇપ સાથે ઇલેક્ટ્રિક વાયરનો સંપર્ક થયો હતો, જેમાંથી વીજ કરંટ પસાર થઈ રહ્યો હતો. જ્યારે બંને ત્યાં કપડા સૂકવવા માટે પહોંચ્યા તો પાઇપને અડકતા જ કરંટ લાગ્યો અને ઘટના સ્થળે જ માતા કૈલાશબહેન ગામિત અને ધનગોરી ગામિતનું ઘટનાસ્થળે જ મોત નિપજ્યું હતું.
એકસાથે માતા અને પુત્રીના નિધનથી પરિવાર તેમજ ગ્રામજનોમાં શોકનો માહોલ છવાયો છે. ગ્રામજનો પરિવારને સાંત્વના આપવા માટે ઘરે આવી રહ્યા છે.