Get The App

સુરેન્દ્રનગરના વિવાદિત કલેક્ટર ડૉ. રાજેન્દ્ર પટેલને સસ્પેન્ડ કરાશે, હજુ અન્ય અધિકારીઓ EDના રડારમાં

Updated: Jan 4th, 2026

GS TEAM

Google News
Google News
સુરેન્દ્રનગરના વિવાદિત કલેક્ટર ડૉ. રાજેન્દ્ર પટેલને સસ્પેન્ડ કરાશે, હજુ અન્ય અધિકારીઓ EDના રડારમાં 1 - image


Surendranagar Land NA Scam Case : રૂ.1500 કરોડની જમીન કૌભાંડમાં સુરેન્દ્રનગર જિલ્લા કલેક્ટર ડૉ.રાજેન્દ્ર પટેલની ધરપકડ કરવામાં આવી છે. ઇડી દ્વારા કલેક્ટર વિરુદ્ધ ભ્રષ્ટાચારના આરોપોની તપાસ તેજ બની છે, ત્યારે કલેક્ટર ડૉ.રાજેન્દ્ર પટેલ સામે સસ્પેન્શનની તલવાર લટકી રહી છે. સૂત્રોના મતે, રાજ્ય સરકારના આદેશને પગલે સામાન્ય વહીવટ ગમે તે ઘડીએ કલેક્ટર રાજેન્દ્ર પટેલને સસ્પેન્ડ કરી શકે છે તેવું જાણવા મળ્યુ છે. આ સમગ્ર પ્રકરણમાં જે રીતે તપાસ આગળ ધપી રહી છે તે જોતાં હજુ ઘણાં ભ્રષ્ટ અધિકારીઓ પર કાયદાકીય સકંજો કસાશે. 

સુરેન્દ્રનગરના વિવાદિત કલેક્ટર ડૉ. રાજેન્દ્ર પટેલને સસ્પેન્ડ કરાશે

રાજેન્દ્ર પટેલના નિવાસસ્થાનેથી મળેલી હિસાબની ડાયરી, ડિજિટલ પૂરાવા અને અન્ય દસ્તાવેજોની ખજીન્ તપાસ કરશે : ખેતીની જમીન, અન્ય મિલકતોની તપાસનો ધમધમાટ 

સુરેન્દ્રનગર જીલ્લામાં એન.એ કૌભાંડમાં ઇડીએ ૨જી જાન્યુઆરીએ કલેક્ટર ડો.રાજેન્દ્ર પટેલની ધરપકડ કરી હતી. ઇડીએ તપાસ કરતાં કલેક્ટરની ઓફિસ અને નિવાસસ્થાનેથી હિસાબની ડાયરી, મોબાઈલ પીડીએફ અને ડિજિટલ પુરાવાઓ મળી આવ્યાં છે.આ દસ્તાવેજોની એફએસએલ તપાસ કરશે. 

આ ઉપરાંત કલેક્ટરના અંગત સહાયક જયરાજસિંહ ઝાલા પાસેથી પણ વોટ્‌સએપ ચેટ સહિત હિસાબની યાદી મળી આવી છે, જેની પણ તપાસ કરવામાં આવી રહી છે. આ દસ્તાવેજોમાં હજુ મોટા ખુલાસા થઇ શકે છે. 

એવુ જાણવા મળ્યુ છે કે, કલેક્ટર રાજેન્દ્ર પટેલ ગોતા સ્થિત શકુલ પ્લેટિમનમાં ફલેટ ધરાવે છે. આ ફલેટનું ભાડુ કલેક્ટરની માતાના બેન્ક એકાઉન્ટમં સીઘુ જમા થાય છે. ઉલ્લેખનીય છે કે, ડો. રાજેન્દ્ર પટેલે સરકારી પોર્ટલમાં સ્થાવર મિલ્કત, ખેતીની જમીન દર્શાવી છે. ખેતીની આવક સહિત અન્ય માહિતી EDથી છુપાવવામાં આવી હતી. EDએ પૂર્વ કલેક્ટરની ખેતીની જમીન ઉપરાંત તમામ મિલ્કતોની પણ તપાસ આરંભી દીધી છે. 

આ પણ વાંચો: અમદાવાદ પણ 'જળકાંડ' ની અણીએ, 150થી વધુ વિસ્તારોમાં દૂષિત પાણીનું વિતરણ, બજેટની જોગવાઈઓ કાગળ પર જ રહી

અત્યાર સુધીની તપાસમાં એ વાતનો ખુલાસો થયો છે કે, NAની ફાઇલમાં કમિશનની 50 ટકા રકમ કલેક્ટર લેતાં હતાં. બાકીનો હિસ્સો અન્ય અધિકારીઓ વહેચી લેતાં હતાં. ડાયરીમાં અત્યાર સુધી રૂ.10 કરોડ લીધાં હોવાનો ઉલ્લેખ છે. ત્યારે હવે એફએસએલની તપાસમાં વઘુ ખુલાસા થશે. EDના રિપોર્ટ અને આરોપ આધારે કલેક્ટર રાજેન્દ્ર પટેલ વિરુદ્ધ સસ્પેન્શનની કાર્યવાહી કરવા ગાંધીનગરમાં તૈયારીઓ થઈ રહી છે.